પેપર લીક કાંડ/ ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં 14 પેપર લીક, મહેનત કરતા ઉમેદવારોનો શું વાંક?

આ પહેલી વાર નથી જયારે પેપર લીક કાંડ થયું હોય આવું વર્ષોથી ચાલી રહ્યું છે. ત્યારે આવો ગુજરાતમાં પેપર લીકની વર્ષવાર વિગતો જોઈએ….

Gujarat Others Trending
પેપર લીક

રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. પોલીસે બાતમીને આધારે એક યુવકની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતું. સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની હતી.

પાછલા કેટલાક વર્ષો દરમિયાન લેવામાં આવેલી મોટા ભાગની તમામ પરીક્ષાઓનું પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થાય તે પૂર્વે લીક કરી દેવામાં આવે છે. જેને લઈને પરીક્ષાર્થિઓના મનોબળની સાથે તેની માનસિકતા પર હવે ખૂબ વિપરીત અસરો પડી રહી છે.

જણાવીએ કે આ પહેલી વાર નથી જયારે પેપર લીક કાંડ થયું હોય આવું વર્ષોથી ચાલી રહ્યું છે. ત્યારે આવો ગુજરાતમાં પેપર લીકની વર્ષવાર વિગતો જોઈએ….

  • 2014: GPSC ચીફ ઓફિસરનું પેપર
  • 2015: તલાટી પેપર
  • 2016: જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટી ની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું.
  • 2018 : TAT -શિક્ષક પેપર
  • 2018 : મુખ્ય-સેવિકા પેપર
  • 2018: નાયબ ચિટનિસ પેપર
  • 2018: LRD-લોકરક્ષક દળ
  • 2019: બિનસચિવલય કારકુન
  • 2020: કોરોના કાળ
  • 2021: હેડ ક્લાર્ક
  • 2021: DGVCL વિદ્યુત સહાયક
  • 2021: સબ ઓડીટર
  • 2022: વનરક્ષક
  • 2023: જુનિયર ક્લાર્ક

નોંધનીય છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. આ પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ 2995 કેન્દ્રો તથા 31,794 વર્ગખંડોમાં યોજાવવાની હતી. 9.53 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.

આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે સરકાર એક્શનમાં, સરકાર લાવી શકે છે કાયદો

આ પણ વાંચો:આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું : અમિત ચાવડા

આ પણ વાંચો: વડોદરાથી 15 લોકોની ATSએ કરી ધરપકડ, CCTV આવ્યા સામે