કોરોના અપડેટ/ રાજ્યમાં કોરોનાના નવા 147 કેસ નોંધાયા, રિકવરી રેટ 99.04 ટકા થયો

કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 16 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 147 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1210 થયા છે

Top Stories Gujarat
3 32 રાજ્યમાં કોરોનાના નવા 147 કેસ નોંધાયા, રિકવરી રેટ 99.04 ટકા થયો

રાજ્યમાં કોરોનાના નવા 147 કેસ નોંધાયા
આજે કોરોનાથી 169 દર્દીઓ થયા સાજા
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1210
સુરત શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
સુરત શહેરમાં કોરોનાના 46 કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના 32 કેસ
વડોદરા શહેરમાં કોરોનાના 16 કેસ
રાજકોટ શહેરમાં કોરોનાનો 04 કેસ
ગાંધીનગર શહેરમાં કોરોનાના 02 કેસ

કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 16 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 147 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1210 થયા છે.  કોરોના રિકવરી રેટ 99.04 ટકા થયો છે.  આજે કોરોનાના 169 દર્દીઓ સાજા થયા છે.  નવા નોંધાયેલા કેસ પર નજર કરીએ તો સુરતમાં 46, અમદાવાદમાં 32, વડોદરામાં 16, બનાસકાંઠામાં 10, નવસારીમાં 06, વડોદરામાં 05, વલસાડમાં 05, મહેસાણામાં 04, રાજકોટમાં 04, સાબરકાંઠામાં 04, ભરૂચમાં 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, સુરત જિલ્લામાં 02, જામનગર જિલ્લામાં 01, જામનગરમાં 01, ખેડામાં 01, પંચમહાલ 01, પોરબંદરમાં 01, રાજકોટમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

હાલમાં તો કોરોનાના કેસમાં સતત વઘધટ જોવા મળી રહી છે. પરંતુ આવનારા સમયમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવારોની મોસમ છે ત્યારે સરકાર તરફથી વધુ સજાગ બનીને રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. અને લોકોમાં પણ સાવચેત રહે તે જરૂરી છે.