Sabarkantha News : સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે સાબરકાંઠાના ઈડર વિજયનગર ઈડર હાઈવે પર કેટલાક શખ્સો વાહનોમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. માહિતીને આધારે પોલીસે અહીં જળ બિછાવી હતી. જેમાં બે કાર અટકાવીને પોલીસે અંદરથી રૂ.4,00,812 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, બે વાહનો, પાંચ મોબાઈલ વગેરે મળીને કુલ રૂ. 16.25.812 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ સંદર્ભે પોલીસે મહેન્દ્રસિંહ એલ.સીસોદીયા,નાઝામુદ્દીન એમ.પઠાણ અને શીવમ આઈ રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર, અમદાવાદમાં નારોલમાં દારૂનો જથ્થો મંગાવનાર સહિત પાંચ ફરાર શખ્સોની શોધ હાથ ધરી છે.`
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો