સાવચેત/ ઊના ગીરગઢડા મચ્છુન્દ્રી ડેમ ૭૦ ટકા ભરાતા ૧૬ ગામોને એલર્ટ કરાયા

નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાંથી અવર જવર ન કરવી, માલઢોર કે વાહન પસાર કરવા નહીં તેવી સુચના અપાય છે.

Gujarat Others Trending
મચ્છુન્દ્રી ડેમ

ઊના ગીરગઢડાની જીવાદોરી સમાન મચ્છુન્દ્રી ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધારો થતાં મચ્છુન્દ્રી નદી કાંઠા વિસ્તારના ૧૬ ગામોને એલર્ટ કરી દેવામાં આવેલ છે. ગીરગઢડાના કોદીયા ગામ નજીક આવેલ મચ્છુન્દ્રી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા હાલ આ ડેમમાં પાણીની આવક શરૂ હોય ત્યારે હાલ ડેમનું લેવલ ૧૦૭.૨૦ થઇ ગયેલ છે. ત્યારે. ગીરગઢડા તાલુકાના કોદીયા, રસુલપરા, દ્રોણ, ઇંટવાયા, ફાટસર, ઝુંડવડલી, મેણ, ગુંદાળા, તેમજ ઉના તાલુકાના ચાંચકવડ, ઉના, દેલવાડા, કાંળાપાણ, રાજપરા, રામપરા, ઝાંખરવાડા, નવાબંદર સહીતના ગામોને તંત્ર દ્રારા એલર્ટ કરી દેવામાં આવેલ છે. આ ગામો નજીકથી પસાર થતી મચ્છુન્દ્રી નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાંથી અવર જવર ન કરવી તેમજ માલઢોર કે વાહન પસાર કરવા નહીં તેવી સુચના આપવામાં આવી છે. મચ્છુન્દ્રી ડેમ….

ખત્રીવાડાની રૂપેણ નદી માંથી લોકો જીવના જોખમે પસાર થાય છે

ઊનાના ખત્રીવાડા ગામ બે વિભાગમાં હોય જેથી ગામ વચ્ચેથી રૂપેણ નદી પસાર થઇ રહી છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રૂપેણ નદીમાં પુર આવતા સામાં કાંઠેના વિસ્તારમાં રહેતા લોકો સંપર્ક વિહોણા થઇ જતાં લોકો જીવના જોખમે નાછુટકે નદી પસાર કરી રહ્યાં હતા.

સનખડા- દુધાળા રોડ ઉપર પાણી ભરાયા

સનખડાથી દુધાળા ગામે જવાનો રસ્તોનું કામ તંત્ર દ્રારા અધૂરૂ છોડી મુકી દીધેલ હોય જેના કારણે રસ્તા પર વરસાદના પાણી ભરાતા લોકોને પાણીમાંથી જીવના જોખમે નાછુટકે પસાર થવા મજબુર બની ગયા છે. આ બાબતે અગાઉ અને વાર રજુઆત કરવા છતાં કોઇ કામગીરી નથી થઇ. જેસેથે તંત્રના પાપે લોકો ભોગ બની રહ્યા હોવાનો ઘાટ સર્જાયેલ છે.

આ પણ વાંચો : પાટીલે એવો કયો નિર્ણય કર્યો કે જેનાથી લાકડી પણ ના તૂટી અને સાપ પણ મારી ગયો એ કહેવત સાચી ઠરી, જાણો