Rajkot News/ 560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ

Rajkot News : રાજ્યમાં જાણે બોગસ બાબતોનો રાફડો ફાટ્યો છે, ત્યારે રાજકોટના કૌભાંડી ત્રિપુટીએ કરોડોના જમીન-પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચર્યું છે.

Gujarat Top Stories Rajkot Breaking News
Copy of Copy of Cricket Tutorials YouTube Thumbnail 2 560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ

Rajkot News : રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટર તરીકેની નોકરી દરમિયાન 17 જેટલા બોગસ દસ્તાવેજો બનાવનાર કૌભાંડી ત્રિપુટીએ રૂ. 560 કરોડથી વધુ મિલકતના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા.

રાજકોટ શહેરમાં 17 બોગસ દસ્તાવેજો બનાવવાનું કારસ્તાન બુધવારે પ્રકાશમાં આવ્યા બાદ તેમાં કૌભાંડી ત્રિપુટીનું નામ ખુલ્યું હતું. આ કૌભાંડી ત્રિપુટીઓએ પોતાનું કારસ્તાન છતું ન થાય તે માટે રાજકોટ શહેર આસપાસની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો બનાવવા 52 વર્ષ જૂની મિલકતોના માલિકોને શિકાર બનાવ્યા હતા.

જેમાં મળતી માહિતી મુજબ તમામ વિગતો ખુલ્લા પ્લોટ અથવા ખેતીની જમીન હોવાનું જણાય છે. કૌભાંડી ત્રિપુટીએ રૈયા સર્વે નંબરમાં આવેલી 3663.70 ચોરસવાર બિનખેતી થયેલી જમીન કે જેની અંદાજિત કિંમત રૂ.15 કરોડ થાય છે તેના 9 જેટલા દસ્તાવેજો બનાવી લીધા હતા.

આ ઉપરાંત રાજકોટ શહેરના રેવન્યૂ સર્વે નં.66ની રૂ.335 કરોડની કિંમતની 22 એકર 17 ગુંઠા ખેતીની જમીન, મવડીની રૂ.120 કરોડની અંદાજિત કિંમતની 8 એકર 10 ગુંઠા ખેતીની જમીન, માંડા ડુંગરની રૂ.21 કરોડની 3 એકર 15 ગુંઠા ખેતીની જમીન, રૈયાની રૂ.65 કરોડની 4 એકર 15 ગુંઠા ખેતીની જમીનના પણ આરોપીઓએ બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. આ કૌભાંડમાં અન્ય કેટલા આરોપીઓની સંડોવણી છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં બોગસ દસ્તાવેજોને આધારે ખેડૂતની જમીન પચાવી પાડવાનું કાવતરૂ

આ પણ વાંચો: મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો બોગસ ડેટા બનાવી રોકડા કરી લેવાનો ગોરખધંધો,દર્દીઓની યાદીમાંથી 50 ટકા નકલી

આ પણ વાંચો: મુખ્યમંત્રી માં અમૃતમ, વાત્સલ્ય કાર્ડ કૌભાંડ મામલો કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ આરોપીની ધરપકડ, ત્રણ એજન્ટો નરેશ, મનોજ અને જીતુની ધરપકડ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને