laborers/ અરુણાચલ પ્રદેશમાં લાપતા 19 મજૂરોના કુમી નદીમાં ડૂબી જવાથી મોત!

આ તમામને BRO દ્વારા અરુણાચલમાં રોડ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા. ઈદ નિમિત્તે તેમને આસામ સ્થિત તેમના ઘરે જવાનું હતું.

Top Stories India
25 અરુણાચલ પ્રદેશમાં લાપતા 19 મજૂરોના કુમી નદીમાં ડૂબી જવાથી મોત!

અરુણાચલ પ્રદેશમાં કુમી નદીમાં ડૂબી જવાથી 19 મજૂરોના મોતની આશંકા છે. આ મજૂરો ચીન બોર્ડર પાસે રોડ બનાવવાનું કામ કરતા હતા. ઈદ નિમિત્તે આસામ જવા માગતા હતા, કોન્ટ્રાક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે માંગ ન સ્વીકારવામાં આવી ત્યારે બધા પગપાળા આસામ જવા રવાના થયા.19 મજૂરોના અકસ્માતથી મોત થયાની આશંકા  છે.

જાણવા મળ્યું છે કે આ તમામને BRO દ્વારા અરુણાચલમાં રોડ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા. ઈદ નિમિત્તે તેમને આસામ સ્થિત તેમના ઘરે જવાનું હતું. કોન્ટ્રાક્ટરને અનેક વખત કહેવામાં આવ્યું હતું કે કામદારોને રજા આપવામા આવે . પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટર સહમત ન થયો, ત્યારે આ તમામ મજૂરો પગપાળા આસામ જવા રવાના થયા. પ્રાપ્ત સમાચાર અનુસાર આ મજૂરો અરુણાચલના કુરુંગ કુમેય જિલ્લાના જંગલોમાં ખોવાઈ ગયા હતા.તેમના મોત થયા હોવાની આશંકા છે