ભરૂચ/ 2 સાઇક્લિસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજિત સાયકલિંગ ઇવેન્ટમાં 200 KM નું અંતર 10.50 કલાકમાં પૂર્ણ કર્યું

ભરૂચના શ્વેતા વ્યાસે 2 વર્ષથી સાયકલિંગ કરી 30 KG વજન જ્યારે અંકલેશ્વરના નિલેશ ચૌહાણે કમરનો દુખાવો દૂર કર્યો છે.

Gujarat
Untitled 315 1 2 સાઇક્લિસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજિત સાયકલિંગ ઇવેન્ટમાં 200 KM નું અંતર 10.50 કલાકમાં પૂર્ણ કર્યું

ભરૂચના શ્વેતા વ્યાસ અને અંકલેશ્વરના નિલેશ ચૌહાણે સુરત ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની સાયકલ ઇવેન્ટમાં 13.50 કલાકની જગ્યાએ 10.50 કલાકમાં જ 200 કિલોમીટરની સાયકલિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. સાયકલ ચલવી તમે સ્વસ્થ રહેવા સાથે વજન ઉતારી કમરનો દુખાવો પણ દૂર કરી શકો છો તે આ બન્નેએ પુરવાર કર્યું છે.

સુરત ખાતે Audax india randonneurs (FRANCE) દ્વારા BREVETS DE RANDONNEUR MONDIAUX ( BRM) સાયક્લિંગ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લાના 2 સાઇક્લિસ્ટ અંકલેશ્વરના નિલેશ ચૌહાણ અને ભરૂચનાં શ્વેતા વ્યાસ ભાગ લઈ ને સફળતા પૂર્વક 200 KM સાયક્લિંગ પૂણઁ કયુઁ હતું.

આ પણ વાંચો ;રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા 14 ડિસેમ્બરથી શરૂ થશે…

BMR સાયક્લિંગનાં નિતી નિયમો આંતરરાષ્ટ્રીય સ્તરે એક જ હોય છે જે દરેક સાયક્લિસ્ટે ફરજીયાત તેનું પાલન કરવું પડે છે. જેમાં ભાગ લેનારા સાયક્લિસ્ટે કોઈ પણ પ્રકારની સહાય વગર સાયક્લિંગ કરવાનું હોય છે. સાયકલમાં કોઇ પણ પ્રકારની ખામી સર્જાતા સાયક્લિસ્ટે જાતે જ દુર કરવી પડે છે. અને 200 KM સાયક્લિંગ ટોટલ 13.50 કલાકમાં એમના રોડ મેપ મુજબ જ પૂણૅ કરવું પડે છે. જે ભરૂચનાં બંન્ને સાયક્લિસ્ટે 10 કલાક 50 મિનિટમાં સફળતા પૂર્વક પૂણૅ કર્યું હતું

ભરૂચના શ્વેતા વ્યાસે સાયક્લિંગ દ્વારા 2 વર્ષ માં 30 Kg વજન ઓછું કર્યું છે તથા અંકલેશ્વરના નિલેશ ચૌહાણે સાયક્લિંગ દ્વારા કમરનો અસહ્ય દુઃખાવો દુર કર્યો છે. આ બંને સાયક્લિસ્ટનો મુખ્ય હેતુ લોકોની સાયક્લિંગ પ્રત્યે જાગૃતતા વધે તેનો રહેલો છે. સાયકલિંગથી લોકો પોતાનું સ્વસ્થ જીવન મેળવે તે માટે આ બન્ને સાયકલીસ્ટો સતત કાર્યરત રહે છે.

આ પણ વાંચો ;રાત્રિ કરફ્યૂ યથાવત /  અમદાવાદ સહિત રાજ્યના સાત મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત