જુનાગઢ/ 2 વર્ષના બાળક પર કુતરાઓનો હુમલો,સારવાર દરમિયાન મોત

માણાવદરના ગણા ગામ ખાતે એક બાળક ઉપર ત્રણ  કૂતરાઓએ હુમલો કર્યો હતો.જેમાં બાળકને શરીરના વિવિધ ભાગો ઉપર ગંભીર ઇજાઓ પહોચી હતી. બાળકને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Top Stories Gujarat Others
s2 8 2 વર્ષના બાળક પર કુતરાઓનો હુમલો,સારવાર દરમિયાન મોત

રાજ્યમાં સતત રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. અવારનવાર ગાયના મારવાના કે પછી કુતરાના બચકાં ભરવાના કિસ્સા સામે આવે છે. છેલ્લા થોડા દિવસોમાં આવા કેસમાં વધારો થયો છે. હાલ માં રાજ્યના જુનાગઢ ખાતે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં બે વર્ષના બાળકને કૂતરાએ બચકાં ભર્યા હતા. અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માણાવદરના ગણા ગામ ખાતે એક બાળક ઉપર ત્રણ  કૂતરાઓએ હુમલો કર્યો હતો.જેમાં બાળકને શરીરના વિવિધ ભાગો ઉપર ગંભીર ઇજાઓ પહોચી હતી. બાળકને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. હાલમાં બાળકના મૃતદેહને PM માટે જામનગર મોકલવામાં આવ્યો છે.

જુનાગઢના માણાવદર તાલુકાના ગણા ગામ ખાતે કે જ્યાં બહારથી ખેત મજૂર કરવા આવેલા પરિવારના બે વર્ષના બાળક રવીન્દ્ર રાઠવા વાડી વિસ્તારમાં હતા. આવા સમયે ત્રણ શ્વાનનું એક ટોળું ત્યાં આવી ચડ્યું હતું. અને આવીને આ બાળકને ફાડી ખાધો હતો પ્રથમ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત નીપજતા પીએમ પેનલ અર્થે જામનગર ખસેડવામાં આવ્યો છે આવતો રખડતાં શ્વાનોના ત્રાસને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે એક પરિવાર એ બે વર્ષનો બાળક ખોયો છે…

અત્રે નોધનીય છે કે,  થોડા દિવસ અગાઉ વડોદરાના સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં ઘરમાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર રખડતા શ્વાને હિંસક હુમલો કર્યો છે. અને બાળકી નું માથું ફાડી ખાધુ હતું.

પ્રકૃતિ / યાત્રાધામ શામળાજીનો ડુંગરો ઉપર હરિયાળી છવાતા અદભુત નજારો