Not Set/ વડીલોની બેદરકારીના કારણે 2 વર્ષની બાળકી ગળી ગઈ LED બલ્બ

મહેસાણાના હનુભાઇ વણઝારાની બે વર્ષની દિકરી હિનાને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સી.ટી. સ્કેન કરાવતા ખબર પડી કે  તેને સીંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો.

Top Stories Gujarat Others
WhatsApp Image 2021 12 14 at 14.13.47 વડીલોની બેદરકારીના કારણે 2 વર્ષની બાળકી ગળી ગઈ LED બલ્બ

નાના બાળકો પ્રત્યે બેદરકારી દાખવતા વાલીઓ હવે ચેતી જજો. બાળકોની નાની ભૂલ પરિવારજનો માટે મોટી આફત બની શકે છે. વાલીઓ માટે આંખ ઉઘાડનારો આવો જ એક કિસ્સો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે

  • બાળકો પ્રત્યે બેદરકારી પડી શકે છે ભારી
  • વાલીઓનું બાળકો પ્રત્યે બેધ્યાન પણું સર્જી શકે છે મુસિબત
  • બલ્બના ઇલેકટ્રોડ્સ બાળકીની શ્વાસનળી અને ફેફસા વચ્ચે ફસાઈ ગયા
  • સિવિલમાં બાળકીની ભારે જહેમત બાદ કરાઈ સર્જરી
  • શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થ કાઢવામાં આવ્યા

ગત 1૦ મી ડિસેમ્બરે બે બાળકીના વાલીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોતાની બાળકીઓની વ્યથાઓને લઈને આવી ચડ્યાં હતાં.  જેમાંથી એક બાળકી જ્યોતિ માત્ર બે વર્ષની છે તે જ્યારે રમકડા થી રમી રહી હતી ત્યારે રમત રમતમાં રમકડામાં લગાવેલ એલ.ઇ.ડી. બલ્બ ગળી ગઇ હતી.  તેની માતા રાજકુમારીબેનને જ્યારે આ બાબતની જાણ થઈ તો તાત્કાલીક તેને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી.  ત્યારે હોસ્પિટલમાં એક્સ-રે અને સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યા જેમાં આ એલ.ઇ.ડી. બલ્બની પીન શ્વાસનળી ફસાયેલ હોવાનું નિદાન થયું.

હવે બીજા કિસ્સાની વાત કરીએ તો, મહેસાણાના હનુભાઇ વણઝારાની બે વર્ષની દિકરી હિનાને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સી.ટી. સ્કેન કરાવતા ખબર પડી કે  તેને સીંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. જેને નિષ્ણાંત તબીબો જ સર્જરી દ્વારા દૂર કરી શકે તેમ હતું. જો કે, હીનાના પિતા બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા.જ્યાં સિવિલના તબીબો દ્વારા જટીલ સર્જરીને સફળતાપૂર્વક પાર પાડી.

મહંદ અંશે બાળકો પ્રત્યે વાલીઓનું બેધ્યાન પણું જ મોટી આફતને નોતરૂ આપી બેસે છે. આવા કિસ્સાઓ દરેક માતા-પિતાને લાલબત્તી સમાન છે.  જે ઘરમાં નાનુ બાળક રમતુ હોય તે ઘરના કોઈને કોઈ વ્યક્તિએ સતત બાળક પર ધ્યાન આપવું ખુબજ આવશ્યક છે.

ખુલાસો / અખિલેશ યાદવે PM મોદીના આયુષ્ય મામલે કેમ ખુલાસો કરવો પડ્યો જાણો..

National / દેશમાં 8 કરોડ બેંક ખાતા 10 વર્ષથી નિષ્ક્રિય, કરોડો રૂપિયા તેમાં પડ્યા છે : નિર્મલા સીતારમણ

National / PM મોદી 16 ડિસેમ્બરે દેશના ખેડૂતોની રાષ્ટ્રીય સમિટમાં લેશે ભાગ 

ભરૂચ / હાંસોટમાં સરપંચની દાદાગીરી, નર્મદાની પરિક્રમાવાસીને મારી સોટી