રાજકોટમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના આંકડા જે રીતે વધી રહ્યા છે તે જોતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું તેમજ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને ખાસ બેઠક યોજી અને પગલા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગતરાજકોટમાં જે જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ આવશે ત્યાં આવશ્યકતા અનુસાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવી પીળા રંગની પટ્ટી તથા જરૂરી વિગત દર્શાવતું બેનર લગાવવામાં આવશે. ઉપરાંત મહાનગરપાલિકા અને પોલીસ સ્ટાફની બનેલી સંયુક્ત ટીમો દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વખતોવખત ચેકિંગ કરી લોકો ત્યાંથી બહાર ના આવે તે માટે લોકોને સમજાવવા અને જરૂર પડ્યે કાયદેસર કાર્યવાહી થશે.રાજકોટ શહેરમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવા અને સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવા અને તેને આનુસાંગિક આવશ્યક કામગીરી અનુસંધાને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે આજ રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક ખાસ મીટિંગ યોજાઈ હતી. જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યા છે.
Vaccination / BJP નાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ લીધો વેક્સિનનો બીજો ડોઝ

રાજકોટમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના ડરાવનારા આંકડાઓ
રાજકોટમાં તા. 07/04/2021 ના કુલ ટેસ્ટ – 8052, કુલ પોઝિટિવ – 395, પોઝિટીવ રેઈટ – 4.90 %, તા. 06/04/2021 ના કુલ ડીસ્ચાર્જ – 164,આજે તા. 08/04/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ – 200, આજ સુધીના કુલ પોઝિટિવ કેસ – 21202, આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ – 18966, આજ સુધીમાં રિકવરી રેઈટ – 90.30 %,આજ સુધીમાં કુલ ટેસ્ટ – 727818,પોઝિટિવિટી રેઈટ :- 2.88 %
નાગરિકો સાથે સંવાદ સાથોસાથ કડક કાયદેસર પગલાં
માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પર દેખરેખ રાખવા માટે વોર્ડ વાઈઝ રચવામાં આવી રહેલી ટીમોમાં પોલીસ ઇન્સ્પેકટર/સબ ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસરો, વોર્ડ એન્જીનીયરો, સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ વોર્ડ વાઈઝ ટીમો પોતપોતાના વોર્ડમાં સમાવિષ્ટ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની રેગ્યુલર મુલાકાત લેવામાં આવશે. લોકો નિયમોનો ભંગ ન કરે તે સુનિશ્ચિત કરવા આ ટીમો નાગરિકો સાથે સંવાદ કરવાની સાથોસાથ જરૂરિયાત મુજબ કડક કાયદેસર પગલાં પણ લેશે.આજ રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને આ બેઠકમાં નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહજી જાડેજા, નાયબ મ્યુનિ. કમિશનર બી.જી.પ્રજાપતિ, એ.આર.સિંહ અને ચેતન નંદાણી તેમજ “રૂડા”ના સી.ઈ.એ. ચેતન ગણાત્રા, તેમજ ઝોનલ સિટી એન્જિનિયરો ગોહેલ, ગૌસ્વામી અને કોટક, વોર્ડ ઓફિસરો, વોર્ડ એન્જિનિયર, પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. માટે વોર્ડ વાઈઝ ટીમોની રચના કરવામાં આવી રહી છે.

અમુત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવીડ સેન્ટર કરાશે,80 થી 110 બેડની વ્યવસ્થા
રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસ વધી રહેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા જુદા જુદા પગલાઓ લઇ રહી છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.10માં આવેલ અમુત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવીડ સેન્ટર કરવા આજરોજ સ્થળ મુલાકાત લેતા મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય કમિટી ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, સિટી એન્જી. ગોહિલ, ચીફ ફાયર ઓફિસર ખેર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.કોમ્યુનિટી હોલમાં, ઓક્સિજન લાઈન, ફાયર સેફ્ટી માટેની સ્પ્રિંકલર વિગેરેની વ્યવસ્થા કરવાનું, કોમ્યુનીટી હોલના બંને માળથી 80 થી 110 બેડની વ્યવસ્થા થઇ શકે તેવું છે. આમ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
