કોરોનાની બીજી લહેરમાં બાળકથી માંડીને મોટેરા સંક્રમણનો ભોગ બન્યા હોવાના કિસ્સાંઓ પ્રકાશમાં આવતાં જોવા મળે છે . ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માત્ર છ માસના બાળકે કોરોનાને મ્હાત આપી છે. તેના માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના તબીબોની ઘનિષ્ઠ સારવાર મહત્વની બની રહી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દેવડી ગામે રહેતા છ માસના બાળક અદિત વિકાણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેના વિશે પિડીયાટ્રીક વિભાગના ડો. મનાલી જાવિયા જણાવે છે કે, અદીતને ચાર દિવસથી તાવ ઉધરસ, અને એક દિવસથી શ્વાસની સમસ્યા હતી. બાળકનું શરીર એકદમ ફિક્કુ પડી ગયુ હતુ તથા તેના લીવર અને સ્પલીન (બરોડ) પર સોજો આવી ગયો હતો. સામાન્ય રીતે બાળકોમાં લોહીના ટકા 10.00 થી વધુ જોવા મળે છે પરંતું અદિતમાં તેનું પ્રમાણ 3.01 ટકા જેટલુ હતું તથા ઓક્સિજનનું લેવલ 80 જેટલુ થઈ ગયુ હતું. મારી કરીયરમાં અત્યાર સુધીમાં જોયેલા કેસમાં સૌથી ક્રિટીકલ કેસ હતો.
છ માસના બાળક અદિતની સારવાર અંગે ડો. જાવિયા જણાવે છે કે, સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી તથા અમારા પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટ હેડ ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ તથા પ્રોફેસર આરતી મકવાણા અને પલક હપાણીના સહકારથી અમારી ટીમ બાળકની સારવાર કરતી હતી. બાળકને સિવીલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને ચાર દિવસ હાઈ-ફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. સાથે સાથે તેની અન્ય સારવાર ચાલુ હતી. આ સમય દરમ્યાન તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી 3 બોટલ લોહી ચડાવ્યું હતું જેથી તબીયતમાં સુધારો જણાયો હતો.
પરંતુ બાળકની સ્વાસ્થયની પરિસ્થિતિ સંતોષકારક હોવાનું પ્રતિત થતું ન હતું. આથી તેનો ડી-ડાયમર ટેસ્ટ કરાતા તેનો ડિ-ડાઈમર રેશિયો સામાન્ય કરતા 8 ગણો વધુ હતો. બાળકની પરિસ્થિતિ નાજુક હતી. આવા સંજોગોમાં તેને રેમડેસિવિર આપવામાં આવ્યું. તેના પરીણામે બાળકની તબિયતમાં વધુ સુધાર જોવા મળ્યો હતો. 4 દિવસ તેને સાદી કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. બે દિવસ ઓક્સિજન વગર રાખવામાં આવ્યો હતો. તબિયત સામાન્ય થતા અદિતને રજા આપવામાં આવી.
બાળકના પિતા દશરથભાઈ વિકાણીએ સિવિલ હોસ્પિટલની સારવાર અંગે જણાવતા કહ્યુ હતું કે, મારો દિકરાની તબિયત બગડતા અમે ગભરાઈ ગયા હતા. અમે ગામડેથી સીધા જ રાજકોટ સિવિલમાં સારવાર કરાવવા પહોંચી ગયા હતા. મને રાજકોટ સિવિલ હોસ્પિટલની સારવાર ઉપર ભરોસો છે કારણકે મેં પણ ભૂતકાળમાં કોરોનાની સારવાર અહીં જ કરાવી છે. મારી દીકરી તથા પત્નીની સારવાર પણ અહીં જ કરાવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાચી, સારી અને સુંદર સારવાર અંગે મારા વિશ્વાસને સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરોએ સાચો ઠેરવ્યો, એનો મને આનંદ છે. ડો
