ફૂડ પોઈઝન/ ભાવનગરના સિહોરમાં લગ્ન પ્રસંગમાં છાશ પીવાથી 200 લોકોને ફૂડ પોઈઝન

હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે છે. શહેરમાં અનેક જગ્યાએ પ્રસંગો યોજાય રહ્યાં છે પરંતુ ભાવનગરના સિહોરમાં લગ્નમાં મહેમાનો મુશ્કેલીમાં મૂકાઈ ગયાં હતાં.

Top Stories Gujarat
16 1 ભાવનગરના સિહોરમાં લગ્ન પ્રસંગમાં છાશ પીવાથી 200 લોકોને ફૂડ પોઈઝન

ભાવનગરના સિહોરમાં ફૂડ પોઈઝન
200થી વધારે લોકોને ઝાડા ઉલ્ટી
બાળકોને સૌથી વધારે અસર
તમામ હોસ્પિટલ ભરચક થઇ
ત્રણ પ્રસંગો દરમ્યાન છાશ પીવાથી ફૂડ પોઈઝન

હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે છે. શહેરમાં અનેક જગ્યાએ પ્રસંગો યોજાય રહ્યાં છે પરંતુ ભાવનગરના સિહોરમાં લગ્નમાં મહેમાનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં.સિહોરમાં  લગ્નપ્રસંગના જમણવારમાં  200થી વધુ મહેમાનોને ફૂડ પોઇઝનીંગ થઈ ગયું હતું. આ ઘટના પછી લોકોને સારવાર માટે સત્વરે  નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભાવનગરના સિહોરમાં લગ્ન પ્રસંગમાં ફુડ પોઇઝનીંગના સમાચાર સામે આવી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં મહેમાનોએ છાશ પીવાથી ફુડ પોઇઝન થવાના કેસ સામે આવ્યા છે, આ બગડેલી છાશ પીવાથી 200થી વધુ લોકો પ્રભાવિત થયા છે ,આ મહેમાનોની તબિયત ખુબ ખરાબ થતાં તેમને સત્વરે હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ હોસ્પિટલ હાલ ભરટક થઇ ગઇ છે. ત્રણ પ્રસંગો દરમિયાન આ ફુડ પોઇઝનની ઘટના બની હતી