Not Set/ 2018-19માં કુલ FDIમાં થયો વધારો, તો રેલ્વેના સંચાલન ખર્ચમાં પણ થયો વધારા : પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે દેશમાં પાછલા વર્ષોની સરખામણીએ છેલ્લા નાણાકીય વર્ષમાં એફડીઆઈમાં વૃદ્ધિ જોવા મળી છે અને વર્ષ 2018-19માં 62 અબજ ડોલરનું વિદેશી રોકાણ છે. ગોયલે આ માહિતી કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખલીકના પૂરક પ્રશ્નના જવાબમાં આપી હતી. ખલીકે પૂછ્યું હતું કે શું વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ) પાછલા વર્ષોની […]

India Business
nkffsq08 piyush goyal 2018-19માં કુલ FDIમાં થયો વધારો, તો રેલ્વેના સંચાલન ખર્ચમાં પણ થયો વધારા : પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે દેશમાં પાછલા વર્ષોની સરખામણીએ છેલ્લા નાણાકીય વર્ષમાં એફડીઆઈમાં વૃદ્ધિ જોવા મળી છે અને વર્ષ 2018-19માં 62 અબજ ડોલરનું વિદેશી રોકાણ છે. ગોયલે આ માહિતી કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખલીકના પૂરક પ્રશ્નના જવાબમાં આપી હતી.

ખલીકે પૂછ્યું હતું કે શું વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ) પાછલા વર્ષોની તુલનામાં 2018-19માં ઘટાડો થયો છે. ગોયલે જવાબ આપ્યો, ‘એવું નથી. નાણાકીય વર્ષ 2018-19માં, એફડીઆઇ ખરેખર પાછલા વર્ષોની તુલનામાં વધી છે.

તેમણે કહ્યું કે, 2018-19માં કુલ એફડીઆઈ 62 અબજ ડોલર, એફડીઆઈ 2017-18માં કુલ 60.97,  2016-17માં 60.22 અબજ ડોલર અને 2015-16માં 55.56 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ હતું.

તે જ સમયે, રેલવે પ્રધાન પિયુષ ગોયલે ભારતીય રેલ્વેના સંચાલન ખર્ચમાં વધારા અંગે કેગના અહેવાલની પૃષ્ઠભૂમિમાં કહ્યું હતું કે સાતમા પગારપંચની ભલામણોના અમલ પછી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકસભાના પ્રશ્નાકાળ દરમિયાન મંત્રીશ્રીએ કોંગ્રેસના ગૌરવ ગોગોઇના પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું કે કેગ રિપોર્ટ અંગે વાતચીત થઈ છે, પરંતુ મેં બહાર વાત કરી નથી. હવે હું ગૃહમાં આ વિશે વાત કરવા માંગુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.