Raid/ અમરેલીમાં 47 લાખના મુદ્દામાલ સાથે 23 જુગારીઓ પકડાયા

મરેલીના કાંટ ગામમાં પોલીસે જુગારધામ પર દરોડા પાડતા 47 લાખ મુદ્દામાલ સાથે 23 આરોપીઓને ઝડપી પાડ્યા છે

Top Stories Gujarat
14 9 અમરેલીમાં 47 લાખના મુદ્દામાલ સાથે 23 જુગારીઓ પકડાયા

ગુજરાતમાં દારૂબંધી અને જુગાર પર પ્રતિબંધ હોવા છંતા પણ રાજ્યમાં જુગાર રમાય છે અને ખુલ્લેઆમ દારૂ પણ  મળે છે. અમરેલીના કાંટ ગામમાં પોલીસે જુગારધામ પર દરોડા પાડતા 47 લાખ મુદ્દામાલ સાથે 23 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી જેના અતર્ગત આ રેડ પાડવમાં આવી હતી,જેના લીધે જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઇ હતી પોલીસે જુગારીઓને ચોમેરથી ઘેરી લીધા હતા અને 23 જુગારીઓને પકડી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પકડાયેલા જુગારીઓ પાસેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી,આ મામલે સમગ્ર મામલે  અમરેલી SPએ સ્થાનિક પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરી છે. PSI પી,વી સાંખટ અને ડીબી ચૌધરી બન્ને  મહિલા PSIને લિવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે જ્યારે  ધારી PSI ડી.સી.સાકરીયાને બદલી કરી દેવામાં આવી છે. અમરેલી તાલુકા પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી છે.