બેદરકારી/ અમદાવાદના રસ્તાઓ પરના 28% બિનકાર્યરત હાલતમાં ..

અમદાવાદ શહેરમાં શહેરીજનોની સુરક્ષા માટે લગાવવામાં આવેલા કેમેરા આજે પણ મિનિટરિંગ સેલ સાથેજોડાયા વિના માત્ર શહેરની શોભા વધારી રહ્યા છે.

Ahmedabad Gujarat Uncategorized
cctv

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરીના ત્વરિત ઉકેલ માટે શહેરમાં ઠેર ઠેર CCTV લગાવવામાં આવ્યા છે. પરંતુ  આ કેમેરામાંથી મોટાભાગના કેમેરા માત્ર શહેરની શોભા વધારી વધારી રહ્યા છે. આ કેમેરાઓ મોનિટરિંગ સેલ સાથે આજ સુધી જોડાણ કરવામાં આવ્યું નથી. અને તેથી જ તેમાં કેદ થયેલી ઘટનામાં  કંઈપણ જોઈ શકતા નથી અને કેપ્ચર કરી શકતા નથી.

રૂ. 314 કરોડના SASA પ્રોજેક્ટ હેઠળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મુખ્ય રસ્તાઓ પર 6,200 CCTV સ્થાપિત કર્યા છે, જેમાંથી 855 કેમેરા એટ્લે કે 28 % કેમેરા ઈન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સાથે કનેક્ટ કરવાના બાકી છે જે તેના સર્વર પર ફૂટેજનું નિરીક્ષણ અને સંગ્રહ કરે છે.

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આમાંના મોટાભાગના CCTV SP રિંગ રોડ, આશ્રમ રોડ, ચાંદખેડાથી સાબરમતી પાવર હાઉસ સુધીનો રસ્તો અને 132 ફૂટ રિંગ રોડ જેવા વિસ્તારોમાં છે.  ઘણા કિસ્સાઓમાં, જ્યારે જીવલેણ માર્ગ અકસ્માત થાય છે અને શહેર પોલીસ ICCC ને CCTV ફૂટેજ માટે પૂછે છે, ત્યારે નાગરિક સંસ્થા નિષ્ક્રિય કેમેરાને કારણે તે પ્રદાન કરવામાં અસમર્થ હોય છે.

president election / જો આવું થાય તો રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાજપને પડી શકે છે મોટો ફટકો…!