રોપ-વે/ ગિરનાર રોપ-વે બે મહિના બાદ ફરી શરૂ

રોપ વે ફરીવાર શરૂ

Gujarat
રોપ વે ગિરનાર રોપ-વે બે મહિના બાદ ફરી શરૂ

કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા હવે રાજ્ય સરકારે અનલોકની શરૂઆત કરી દીધા છે નવી ગાઇડલાઇન અમલી બનતાં અનેક સ્થળો પર છૂટછાટ આપવામાં આવી છે.એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા આજથી  ફરી એક વખત તમામ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પાછલા બે મહિના કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણને કારણે ગિરનાર રોપ-વે બંધ રાખવામાં આવ્યો હતો જે આજે ફરી એક વખત તમામ યાત્રિકો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે  60 દિવસ કરતા વધુ સમય સુધી બંધ રહ્યા બાદ આજે  ફરી એક વખત તમામ પ્રકારના યાત્રિકો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.જ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને લઈને જે દિશાનિર્દેશો જાહેર કરાયા છે. તેના પૂરતા પાલન કરવાની શરતે આજથી ફરી એક વખત ગિરનાર રોપ-વે શરૂ થયો છે. આજે પ્રથમ દિવસે યાત્રિકોની મર્યાદિત સંખ્યાની વચ્ચે સવારના 8:00 કલાકે રોપવેનું સંચાલન 60 દિવસ બાદ ફરી એક વખત શરૂ કરાયું હતું જેમાં યાત્રિકોએ પ્રવાસ કરીને ફરી એક વખત રોમાંચનો અનુભવ કર્યો હતો.

ગિરનારનો રોપવે શરૂ કરવામાં આવ્યો છે. રોપવે શરૂ કરતા સ્વાભાવિક છે કે પ્રવાસીઓની ભીડ એકઠી થશે, જેને લઈને તંત્ર દ્વારા તમામ પગલા પહેલેથી જ લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરેલી તમામ ગાઇડલાઇનનું પાલન સંચાલને કરવાનું રહેશે.