ખેતીવાડી/ ઉનાળુ પાકના વાવેતરમાં વધારો, અંદાજે 28,655 હેકટરમાં વાવેતર નોંધાયુ છે

કચ્છમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં વધારો થયો છે આ વર્ષે જિલ્લામાં અંદાજે 28,655 હેકટરમાં વાવેતર નોંધાયુ છે જે ગત વર્ષેની તુલના 27 હજાર હેકટર સુધી સીમિત રહ્યું હતું.

Gujarat Others
ramayan 8 ઉનાળુ પાકના વાવેતરમાં વધારો, અંદાજે 28,655 હેકટરમાં વાવેતર નોંધાયુ છે

કચ્છમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં વધારો થયો છે આ વર્ષે જિલ્લામાં અંદાજે 28,655 હેકટરમાં વાવેતર નોંધાયુ છે જે ગત વર્ષેની તુલના 27 હજાર હેકટર સુધી સીમિત રહ્યું હતું.

કચ્છમાં ગત વર્ષે ઉનાળુ સિઝન દરમિયાન અંદાજે 27 હજાર હેકટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું જે સરખામણીએ આ વર્ષે અત્યારસુધીમાં અંદાજે 28,655 હજાર હેકટર વિસ્તારમાં ઉનાળુ પાક મગફળી, તલ,બાજરી,મગ,ઘાસચારા,અડદ,શાકભાજીનું વાવેતર થયું છે.

આ વર્ષે પણ કચ્છમાં કમોસમી માવઠાનો વરસાદ થતા પાકને નુકશાની પહોંચી હતી. જિલ્લામાં અબડાસા,નખત્રાણા, લખપત, માંડવી, મુન્દ્રા, વાગડ, ભુજ, અંજાર સહિતના તાલુકાઓના ગ્રામ્ય પંથકમાં ઉનાળુ પાકનું વાવેતર થાય છે ખાસ તો અત્યારે વાડીઓમાં ઉભા પાક લહેરાઈ રહ્યા છે. કોરોનાના વધતા કેસો અને સ્વૈચ્છિક લોકડાઉનની સ્થિતિ વચ્ચે ખેડૂતો ખેતરમાં પાક ઉગાડી રહ્યા છે. ગત વર્ષે સારો વરસાદ થવાથી ઉનાળુ પાકનું વાવેતર વધ્યું છે આ વર્ષે ભુજ,અંજાર,રાપર અને ભચાઉમાં વધુ વાવેતર થયું છે