પાકિસ્તાન દ્વારા UNHRCમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર કોંગ્રેસ દ્વારા પણ આ વખતે પહેલાથી જ તિખી અને સ્પષ્ટ પાકિસ્તન વિરોધા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કહાવત છે ને કે ” ભલે મોડે મોડે પણ, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર”. બસ કોંગ્રેસ દ્વારા પણ ઇતિહાસમાં પહેલીવાર ખરા સમયે આંતરરાષ્ટ્રીય બાબતોમાં ભારત સરકારનો સાથ આપવામાં આવ્યો છે.
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શશી થરૂર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પીઓકેની સ્થિતિ બદલી નાખી છે ત્યારે પાકિસ્તાનને આપણી તરફ આંગળી ચીંધવાનો અધિકાર કોણે આપ્યો? ભારતની આંતરિક બાબતોની વાત છે, ત્યાં સુધી પાકિસ્તાનની પાસે કોઈ લોકેસ સ્ટેન્ડિ (ઉભું રહેવાનો આધાર) નથી. અમે(કોંગ્રેસ) વિરોધમાં છીએ, સરકારની ટીકા કરી શકીએ છીએ પરંતુ, ભારતની બહાર આપણે એક છીએ. અમે પાકિસ્તાનને એક ઇંચ જમીન પણ નહીં આપીએ
Shashi Tharoor, Congress: Pakistan changed the status of Gilgit-Baltistan and PoK, who gave them the right to point a finger towards us? https://t.co/O1j5lLNlIg
— ANI (@ANI) September 9, 2019
મહત્વનું છે કે, કોંગ્રેસનાં નેતા શશી થરૂર દ્વારા આ વિધાન ત્યારે જ કરવામાં આવ્યું છે જ્યારે કાલે જિનીવા ખાતે UNHRCનું વાર્ષિક અધિવેશન થવા જઇ રહ્યું છે. જેમા કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન ફરી એકવાર આમને સામને જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
