IPL 2021/ હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં સતત 3 હાર, જાણો શું છે હારનું કારણ

આઈપીએલ 2021 ની શનિવારે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રને હરાવી દીધુ હતુ. આઈપીએલ 14 માં સનરાઇઝર્સ હૈદરાબાદની આ સતત ત્રીજી હાર છે.

Sports
Untitled 11 હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં સતત 3 હાર, જાણો શું છે હારનું કારણ

આઈપીએલ 2021 ની શનિવારે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રને હરાવી દીધુ હતુ. આઈપીએલ 14 માં સનરાઇઝર્સ હૈદરાબાદની આ સતત ત્રીજી હાર છે. ટીમ હજી પણ તેનું ખાતું ખોલવામાં અસમર્થ છે અને પોઇન્ટ ટેબલની સૌથી નીચે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે હવે આગળનો રસ્તો ખૂબ મુશ્કેલ બની ગયો છે. ટીમને હવે સતત મેચ જીતવી પડશે.

Untitled 15 હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં સતત 3 હાર, જાણો શું છે હારનું કારણ

ત્રણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો આ બીજો વિજય છે અને હવે તે ચાર પોઇન્ટ સાથે ટેબલની ટોચ પર પહોંચી ગયુ છે. વળી હૈદરાબાદને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વિકેટ પર 150 રન બનાવ્યા હતા અને ત્યારબાદ હૈદરાબાદને 19.4 ઓવરમાં 137 રન પર ઓલ આઉટ કરી મેચ પોતાના નામે કરી હતી. હવે જોવાનું એ છે કે આગામી મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદની શું રણનીતિ રહેશે.

મુંબઇ ઇન્ડિયન્સની જીત અને સનરાઇઝર્સ હૈદરાબાદની હાર પાછળ આ કારણો છે જવાબદાર

મુંબઇ ઇન્ડિયન્સે તેમની ઇનિંગ દરમિયાન, 19 મી ઓવરને અંતે પાંચ વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. તે સમયે શક્ય નહોતું કે મુંબઈ સ્કોર 150 ને પાર કરી શકશે, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદનાં ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરમાં 17 રન આપી દીધા હતા. જેમાં કેરોન પોલાર્ડે છેલ્લા બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. એટલે કે, જો આ ઓવરમાં ચાર રન જ થયા હોત, તો હૈદરાબાદ મેચ જીતી શક્યું હોત, કારણ કે ટીમ 13 રનથી હારી ગઈ છે.

Untitled 14 હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં સતત 3 હાર, જાણો શું છે હારનું કારણ

રાહુલ ચહરે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી શાનદાર બોલિંગ કરી હતી. ચેન્નઈની પીચ સ્પિનરોને મદદ કરે છે. એવી શક્યતા હતી કે મુંબઇ પણ પિયુષ ચાવલાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરશે, પરંતુ ટીમે રાહુલ ચહર પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને રાહુલ ચહર પણ આ વિશ્વાસ પર ખરો ઉતર્યો હતો. રાહુલ ચહરે તેની ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બાકીનું કામ કૃણાલ પંડ્યાએ કર્યું હતું.

Untitled 13 હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં સતત 3 હાર, જાણો શું છે હારનું કારણ

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મોટો સ્કોર નહતો અને ફરી એક વખત ટીમ માટે ટીમની સૌથી સફળ ઓપનિંગ જોડી કેપ્ટન ડેવિડન વોર્નર અને જોની બેયરસ્ટો આવી હતી. શરૂઆતમાં બંનેએ સારી બેટિંગ કરી હતી. જોની બેયરસ્ટોએ હાથ ખોલવાનું શરૂ કર્યું અને ઝડપી રન બનાવ્યા. ટીમે ટૂંક સમયમાં 50 રન જોડ્યા હતા. પરંતુ જ્યારે ટીમનો સ્કોર 67 રન હતો, ત્યારે જોની બેયરસ્ટો આઉટ થયો હતો. આ પછી, ત્રીજા નંબરે આવેલા મનીષ પાંડેનું બેટ પણ કઇ ખાસ કરી શક્યુ નહોતુ. તે માત્ર બે રન બનાવી શક્યો હતો. આ પછી, જ્યારે ટીમનો સ્કોર 90 રન હતો, ત્યારે જ એક રન ચોરવાના પ્રયાસમાં કેપ્ટન ડેવિડ વોર્નર રન આઉટ થયો હતો, તે ટીમ માટે મોટો આંચકો સાબિત થયો હતો.

Untitled 12 હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં સતત 3 હાર, જાણો શું છે હારનું કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ