New Delhi/ દિલ્હીનાં નરેલામાં ફેક્ટરીમાં આગ લાગતાં 3નાં મોત, 6 લોકો થયા ઘાયલ

દિલ્હીમાં નરેલા ઔદ્યોગિક વિસ્તાર(ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર)માં એક કઠોળની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ લોકોના દાઝી જતાં…….

Top Stories India Breaking News
Image 2024 06 08T093206.434 દિલ્હીનાં નરેલામાં ફેક્ટરીમાં આગ લાગતાં 3નાં મોત, 6 લોકો થયા ઘાયલ

New Delhi: દિલ્હીમાં નરેલા ઔદ્યોગિક વિસ્તાર(ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર)માં એક કઠોળની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ લોકોના દાઝી જતાં મૃત્યુ પામ્યા છે તેમજ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગને ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. આગ લાગવાથી અફડાતફડી મચી જવા પામી હતી.

Delhi: Massive fire breaks out at Narela plastic factory; 30 fire engines  at spot | Latest News Delhi - Hindustan Times

દિલ્હીમાં નરેલા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દાળ(કઠોળ)ની ફેક્ટરીમાં આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ અફડાતફડી વચ્ચે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા. કારખાનાના કામદારો પણ મદદ માટે જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. દરમિયાન લોકોએ આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. કારખાનામાં ચારેબાજુ ભયનો માહોલ છે.

ફાયરવિભાગના કર્મચારીઓએ લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. હજું આગને સંપૂર્ણપણે ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર જાણવા મળ્યું છે કે, કાચો મૂંગ ગેસ બર્નર પર શેકવામાં આવ્યો હતો અને એક પાઈપલાઈન પર ગેસ લીક ​​થવાને કારણે આગ ફેલાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો છે. દિલ્હી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પુત્રને ઝેર આપી નાસી ગઈ કળયુગી માતા, પિતાએ હત્યાનો આરોપ મૂક્યો

આ પણ વાંચો: 15મી જૂનથી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવાની સંભાવના, નવી કેબિનેટ લેશે અંતિમ નિર્ણય

આ પણ વાંચો: વોટરપાર્કમાં મફત પ્રવેશ ના આપતા ચલાવ્યુ બુલડોઝર, અસામાજિક તત્વોનો આંતક