રિમાન્ડ/ કિશન ભરવાડ હત્યા કેસમાં 3 આરોપીઓના વધુ 9 દિવસ રિમાન્ડ મંજૂર

હત્યા કેસમાં પકડાયેલા શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ પઠાણ અને મૌલાના એયુબ જાવરાવાલાને શનિવારે એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માગણી કરતા કોર્ટે ત્રણેને વધુ 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

Top Stories Gujarat
dhandhuka કિશન ભરવાડ હત્યા કેસમાં 3 આરોપીઓના વધુ 9 દિવસ રિમાન્ડ મંજૂર

રાજ્યમાં કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસ તેના મૂળીયા સુધી પહોચવા માટે કમરકસી રહી છે,રાજ્ય સહિત દેશમાં પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારઓને આ આરોપીઓએ ટાર્ગેટ કર્યા છે કે નહી તેની તપાસ પોલીસ કરી રહી છે તે અનુસંધાનમાં પોલીસે કોર્ટ પાસે વધુ રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 કિશન ભરવાડની હત્યા કેસમાં પકડાયેલા શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ પઠાણ અને મૌલાના એયુબ જાવરાવાલાને શનિવારે એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માગણી કરતા કોર્ટે ત્રણેને વધુ 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.કિશન ભરવાડની હત્યા બાદ પકડાયેલા આ ત્રણે આરોપીઓને વધુ રીમાન્ડની માંગણી સાથેે એટીએસે કોર્ટમાં રજૂ કરી કહ્યું હતું કે બે આરોપીઓ શબ્બીર અને ઈમ્તીયાઝે તેમના મોબાઈલ ફોન તથા ત્રણ સિમકાર્ડ તળાવમાં ફેંકી દીધા હોવાથી આ વસ્તુઓ કબજે લઈ શકાઈ નથી. આ બંનેએ ગુનો કર્યા બાદ તેમના કપડા કયા સંતાડયા છે તેની તપાસ બાકી છે,મૌલાના એયુબે છપાવેલી ઉશ્કેરણીજનક 4000 ચોપડીઓ પૈકી 1000 કબજે લેવાઈ છે.

આ ઉપરાંત કોર્ટ સમક્ષ કારણ રજુ કરવામાં આવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓએ ઇસ્લામ તથા પંયગમ્બરની ગુસ્તાખી કરનારા બી.એસ. પટેલ, પંકજ આર્યા, પુસ્પેન્દ્ર કુલશ્રેસ્ઠ, મહેન્દ્રપાલ આર્યા, નરસિંહાનંદ, રાહુલ આર્યા, રાધેશ્યામ આચાર્ય, ઉપદેશ રાણા, ઉપાસના આર્યા, આર.એસ.એન. સીંગનાઓ વિશેે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ માંથી એકત્ર કરી હતી તેમની વિરૂધ્ધ કોઇ કાવત્રુ કરેલ છે કે કેમ ? તે હકીકત જાણવા વધુ રીમાન્ડ માગ્યા હતા.

અત્યાર સુધીની તપાસમાં એવું બહાર આવ્યુ છે કે આરોપી શબ્બીરના ફોનના સી.ડી.આર.નો અભ્યાસ કરતા તેણે આરોપી કમરગની સાથે જૂન 2021થી સપ્ટેમ્બર 2021 દરમ્યાન દસેક વખત વાતચીત કરેલી છે તેમજ તે આ સમયગાળા દરમ્યાન તેણે તથા ઐયુબે પોરબંદર ખાતે સાજણ ઓડેદરાની રેકી કર્યા પહેલા તથા રેકી કર્યા બાદ મુંબઇ ખાતે રૂબરૂમા જઇ આરોપી કમરગની સાથે મુલાકાત કરી હતી.