અમદાવાદ/ ધોલેરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સામસામે બે ટ્રકની ટક્કરથી ત્રણનાં મોત

અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે ટ્રક સામ સામે અથડાતા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 02 28T125010.450 ધોલેરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સામસામે બે ટ્રકની ટક્કરથી ત્રણનાં મોત
  • ધંધુકા:ધોલેરાના પીપળી ગામ પાસે અકસ્માત
  • ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા
  • બે ટ્રક ધડાકાભેર સામસામે ટકરાતા અકસ્માત

Ahmedabad News: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. જેમાં બે ટ્રક સામ સામે અથડાતા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. હાલ ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નાને પગલે ધોલેરા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે ધોલેરા વટામણ હાઈવે પર સ્થિત પીપળી ગામ પાસે બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. બન્ને ટ્રકનો આગળ ભાગ પડીકું વળી ગયો હતો. ટ્રકમાં બેઠેલા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતાં.

આ અકસ્માતની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ગઇકાલે અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. કાર-ડમ્પર પાછળ અથડાતા 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા