ગમખ્વાર અકસ્માત/ પાકિસ્તાનમાં બસ ટ્રકમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત 30 લોકોનાં મોત,40 ઇજાગ્રસ્ત

ગૃહમંત્રી શેખ રશીદે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દુ :ખ વ્યક્ત કર્યું છે.

World
અકસ્માત પાકિસ્તાનમાં બસ ટ્રકમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત 30 લોકોનાં મોત,40 ઇજાગ્રસ્ત

પાકિસ્તાનમાં આજે ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. સોમવારે અહીં પંજાબના ડેરા ગાઝી ખાનમાં સિંધુ હાઇવે પર એક પેસેન્જર બસ ટ્રકમાં ઘૂસી જતા ઓછામાં ઓછા 30 લોકોનાં મોત નીપજ્યાં છે  અને 40 થી વધુ ઘાયલ થયા છે. આ બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. શરૂઆતમાં, ડેરા ગાઝી ખાન કમિશનર ડો.ઇર્શાદ અહેમદે પુષ્ટિ આપી કે આ ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 29 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માત થતાં તાત્કાલિક બચાવ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહો અને ઈજાગ્રસ્તોને ડી.એચ.ક્યુ. ટીચિંગ હોસ્પિટલ ડી.જી.ખાનમાં ખસેડવામાં આવ્યા છે.

બાદમાં, ડીએચક્યુ ટીચિંગ હોસ્પિટલ મેડિકલ કોલેજના આચાર્ય ડો..આસિફ કુરેશીએ  જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો છે. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે.અહીં ગૃહ પ્રધાન શેખ રશીદે અકસ્માતમાં થયેલ મોત અંગે દુ :ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ ઘટના આગામી ઈદ-ઉલ-અલ-અઝહાની રજાઓ માટે ઘરે પરત જતા હતા અને ઘટના ઘટી હતી.

તેમણે ટ્વીટ કર્યું, “ભગવાન મૃતકોને સ્વર્ગમાં સ્થાન આપે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની હિંમત આપે.” આ સિવાય સંઘીય સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું- “રાષ્ટ્ર તરીકે આપણે ક્યારે સમજીશું કે રસ્તાના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ છે? જાહેર પરિવહન ડ્રાઇવરો લોકોના જીવન માટે જવાબદાર છે, તેમને વધુ કાળજી લેવાની જરૂર છે.