Not Set/ શું રાઉત મહારાષ્ટ્રના આગામી CM હશે? શિવસેનાનાં નેતાએ આપ્યો આવો જવાબ

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે શિવસેનાએ શુક્રવારે કહ્યું છે કે આજે સરકાર બનાવવાનો દાવો કરવો મુશ્કેલ છે. બેઠક બાદ દાવા ક્યારે કરવો તે નક્કી કરવામાં આવશે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ત્રણેય પક્ષો (એનસીપી, કોંગ્રેસ અને શિવસેના) એ નક્કી કર્યું છે કે શિવસેનાનાં મુખ્ય પ્રધાન પાંચ વર્ષ સુધી રહેશે. જ્યારે રાઉતને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું […]

Top Stories India Politics
sanjay raut 1 શું રાઉત મહારાષ્ટ્રના આગામી CM હશે? શિવસેનાનાં નેતાએ આપ્યો આવો જવાબ

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે શિવસેનાએ શુક્રવારે કહ્યું છે કે આજે સરકાર બનાવવાનો દાવો કરવો મુશ્કેલ છે. બેઠક બાદ દાવા ક્યારે કરવો તે નક્કી કરવામાં આવશે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ત્રણેય પક્ષો (એનસીપી, કોંગ્રેસ અને શિવસેના) એ નક્કી કર્યું છે કે શિવસેનાનાં મુખ્ય પ્રધાન પાંચ વર્ષ સુધી રહેશે.

જ્યારે રાઉતને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદ માટે રાઉતનું નામ સૂચવ્યું છે, ત્યારે તેમણે કહ્યું કે આ ખોટું છે – મહારાષ્ટ્રની જનતા ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન તરીકે જોવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, શિવસેનાના સાંસદ સંજય રાઉતે શુક્રવારે કહ્યું હતું કે, જો શિવસેનાને ભગવાન ઇન્દ્રની ગાદી માટેની દરખાસ્ત મળે તો પણ તે ભાજપ સાથે આવશે નહીં.

રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ અને એનસીપી સાથે ત્રિપક્ષીય ગઠબંધન સત્તા પર આવશે ત્યારે તેમના પક્ષને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદ મળશે. એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ શિવસેના સાથે મુખ્યમંત્રી પદ શેર કરવા માટે તૈયાર છે. આ વિશે પૂછતાં રાઉતે કહ્યું, “દરખાસ્તોનો સમય પૂરો થયો છે. મહારાષ્ટ્રની જનતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. શુક્રવારે ત્રણેય બિન-ભાજપ પક્ષો રાજ્યપાલને મળશે તે અંગેના સવાલ પર રાઉતે કહ્યું હતું કે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન છે ત્યારે આપણે રાજ્યપાલને જ આ મામલે મળવું જોઈએ. આપને આપણ જણાવી દઇએ કે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ આ દિવસોમાં દિલ્હી જવાનાં હતા, પરંતુ મહારાષ્ટ્રમાં રાજકીય ફોર્મેશન અસ્તિત્વમાં આવતે રાજ્યપાલ દ્વારા પોતાનો દિલ્હી પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

આ અગાઉ રાઉતે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ડિસેમ્બર પહેલા સ્થાયી સરકારની રચના કરવામાં આવશે અને એક કે બે દિવસમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. શિવસેના અને કોંગ્રેસ-એનસીપી વચ્ચે સતત મંત્રણા ચાલુ છે. રાઉતે કહ્યું હતું કે સરકારની રચનાના કાર્યપદ્ધતિ અંગે વધુ ચર્ચા કરવા માટે ત્રણેય પક્ષો વચ્ચે મુંબઈમાં બીજા તબક્કાની બેઠક મળશે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ અઠવાડિયે બેઠકની કોઈ યોજના નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.