Delhi/ દિલ્હીના રસ્તાઓ પર 350 ઈલેક્ટ્રિક બસો ઉતરશે, ઇલેક્ટ્રિક બસ મામલે દિલ્હી દેશમાં અગ્રેસર

બુધવારે દિલ્હીના રસ્તાઓ પર 350 નવી એસી ઈલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે. જેમાં 300 બસો ક્લસ્ટર અને 50 બસો DTC હશે.

Top Stories India
YouTube Thumbnail 2024 02 14T110824.666 દિલ્હીના રસ્તાઓ પર 350 ઈલેક્ટ્રિક બસો ઉતરશે, ઇલેક્ટ્રિક બસ મામલે દિલ્હી દેશમાં અગ્રેસર

બુધવારે દિલ્હીના રસ્તાઓ પર 350 નવી એસી ઈલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે. જેમાં 300 બસો ક્લસ્ટર અને 50 બસો DTC હશે. સરકાર 12 મીટર લંબાઈની બસ માટે પ્રતિ કિલોમીટર રૂ. 62.7 ચૂકવશે. હવે ક્લસ્ટરમાં પણ નારંગી રંગની સ્ટાન્ડર્ડ ફ્લોર નોન-એસી બસોને ઈલેક્ટ્રીક બસો દ્વારા બદલવામાં આવશે. રાજધાની દિલ્હીમાં વધુ 350 ઇલેક્ટ્રીક બસોને સામેલ કરાતા કાફલો વધીને 1,650 થશે. ઇલેક્ટ્રીક બસ મામલે દિલ્હી દેશમાં સૌથી આગળ પડતું શહેર બન્યું. છે. પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે હાલમાં ઈ-બસના કાફલાને 1650ની રેકોર્ડ સંખ્યામાં લઈ જવામાં આવ્યો છે, જે વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાફલો છે. બસોના આ વધારા સાથે બસોની અછતથી પીડાતા લોકોને રાહત મળશે.

આજે દિલ્હીના રસ્તાઓ પર વધુ 350 ઇલેક્ટ્રીક બસો દોડાવવામાં આવશે. આ બસોને જીપીએસ સીસીટીવી કેમેરા અને પેનિક બટનને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે. ડીટીસી અને ક્લસ્ટર સર્વિસની ઈલેક્ટ્રિક બસો સમાન રંગ, ડિઝાઇન અને કદની રહેશે. બંને બસમાં માત્ર લોગોનો જ તફાવત હશે. જો કે, અત્યાર સુધી ડીટીસી અને ડીએમટી હેઠળ આવતી બસો જુદા જુદા રંગોમાં આવતી હતી.

દિલ્હી સરકારે ડિસેમ્બર 2025 સુધીમાં ક્લસ્ટર ફ્લીટમાં સામેલ કરવા માટે 2,940 નવી ઈલેક્ટ્રિક બસોના ઓર્ડર આપ્યા છે. પરિવહન મંત્રીએ રાજધાનીના રસ્તાઓ પર ઈલેક્ટ્રિક બસો લાવવાની તૈયારી કરી રહેલી કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી અને ઈ-બસ ઝડપથી લાવવા સૂચના આપી છે.

હાલમાં ક્લસ્ટરની ઇલેક્ટ્રિક બસોને બુરારી-2 અને રાહિની-37ના ડેપોમાં રાખવામાં આવી છે. જેમાંથી ઈલેક્ટ્રીક બસની ટ્રાયલ રન પણ ચાલી રહી હતી. હાલમાં, સરકારી કાફલામાં 7,232 બસો છે, જેમાં 4,391 DTC સંચાલિત અને 2,841 ક્લસ્ટર સંચાલિત બસોનો સમાવેશ થાય છે. વર્ષ 2023માં રોજ સરેરાશ 41 લાખ લોકોએ સરકારી બસોમાં મુસાફરી કરી હતી. નોંધનીય છે કે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી) માટે 14મી ડિસેમ્બરના રોજ સત્તાવાર લોન્ચિંગ સાથે બહાર પાડવામાં આવ્યું હતું. આ ઇલેક્ટ્રીક બસો ટાટા સ્ટારબસ EV મોડલની છે, જેની લંબાઈ 12 મીટર છે. કંપની સાથે આ ઇલેકટ્રીક કરાર બાર વર્ષનો છે, જેમાં માત્ર બસોની ડિલિવરી જ નહીં પરંતુ તેની જાળવણી પણ સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાત/ગુજરાત સરકારે બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી

આ પણ વાંચોઃPolitical/કોંગ્રેસની પરંપરાગત બેઠક રાયબેરલી પર પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે!