ORGAN DONATION/ સુરતમાં 39મુ અંગદાન થયું, નવસારીના વ્યક્તિએ 2 કિડની અને લિવરનું કર્યું દાન, 3 વ્યક્તિઓને મળશે જીવન દાન

રાષ્ટ્રીય અંગદાન દિને જ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ છે. ન

Top Stories Gujarat Surat
39th organ donation in Surat, person from Navsari donates 2 kidneys and liver, 3 people will get life donation

@અમિત રૂપાપરા

રાષ્ટ્રીય અંગદાન દિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી 39મુ અંગદાન થયું. નવસારીના ચીખલી તાલુકાના બ્રેઈનડેડ રોહિતભાઈ પટેલના બે કિડની અને લિવરના દાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું. સુરતની નવી સિવિલ દ્વારા બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ. અંગદાનની 39 ઘટનામાં કુલ 133 અંગોનું દાન થયું.

રાષ્ટ્રીય અંગદાન દિને જ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચરી ગામના રોહિતભાઈ રામુભાઈ પટેલ બ્રેઈનડેડ થતા તેમની બે કિડની અને લિવરના દાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી અંગદાનની કુલ 39 ઘટનામાં 74 કિડની, 35 લિવર, 10 આંખો, 3 હ્રદય, 7 હાથ, 3 આંતરડા અને 1 પેન્ક્રિયાઝ મળી કુલ 133 અંગોનું દાન થયું છે. જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાયો છે.

ચીખલીના ચરી ગામ નિવાસી 55 વર્ષીય રોહિતભાઈ પત્ની રમીલાબેન સાથે રહેતા હતા. ગત 1લી ઓગસ્ટે સવારે તેઓ બાઈક પર મુળી ગામ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ગભરામણ થતાં રોડ સાઈડે બાઈક થોભાવી નીચે બેસી ગયા હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિએ મદદ કરી તેઓને ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સવારે 10 વાગ્યે સારવાર માટે દાખલ કર્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડોકટરે 1લીએ સાંજે 4 વાગ્યે 108 ઈમરજન્સીમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર અર્થે રિફર કર્યા હતા. સારવાર દરમિયાન તેમનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા 3જી ઓગસ્ટના રોજ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા અને ન્યુરો સર્જન ડો.મેહુલ મોદી, RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

ત્યારબાદ પટેલ પરિવારના સભ્યોને સોટોની ટીમના ડૉકટર નિલેશ કાછડીયા, ટીબી વિભાગના વડા અને યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડૉકટર પારૂલ વડગામા, ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી રોહિતભાઈના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. ખાસ કરીને ફ્લેર પેનની કંપનીમાં નોકરી કરતી રોહિતભાઈની દીકરી અલ્કાબેને પિતાના અંગોનું દાન જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે એમ જણાવીને આગળ વધવા સમંતિ આપી હતી.

ત્યારે આજે 3 ઓગસ્ટે બ્રેઈનડેડ રોહિતભાઈની કિડની અને લીવરનું દાન સ્વીકારી ત્રણે અંગોને I.K.D. હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોકટર ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ RMO ડૉકટર કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો:National Organ Donation Day/સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન દિન નિમિત્તે યોજાઇ રેલી,  39મુ ઓર્ગન ડોનેશન

આ પણ વાંચો:Bhavnagar Love Story/ પ્રેમિકાના ઘરની બહાર યુવકે કર્યો આપઘાત, ગુજરાતમાં લવ સ્ટોરીનો દર્દનાક અંત

આ પણ વાંચો:સહકાર થકી સમૃદ્ધિ/આ ધંધાના કમાણી જેવી બીજા કોઈ ધંધામાં નહિ ! આકંડો જાણી ચોંકી જશો