Earthquake/ રાજસ્થાનના જાલોરમાં અનુભવાય 4.6ની તીવ્રતાનો ભૂકંપના, બનાસકાંઠા સુધી અનુભવાયા આંચકા

રાજસ્થાનના જાલોરમાં આવેલા ભયાનક ભૂકંપની અસર સમગ્ર બનાસકાંઠામાં જોવા મળી હતી. બનાસકાંઠા વિસ્તારમાં આવેલા અંબાજીમાં તેની અસર વધુ જોવા મળી હતી.

Top Stories India
ભૂકંપ

રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ મોડી રાત્રે 2.26 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 જણાવવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ઘરમાં સૂતા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે જાલોરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર હવે ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : કિસાન મોરચાની બેઠક પહેલા બોલ્યા ટિકૈત- MSP મોટો મુદ્દો, જ્યાં સુધી સરકાર આ મુદ્દાઓ પર વાત નહીં કરે ત્યાં સુધી ખેડૂતો ઘરે નહીં જાય

બીજી બાજુ રાજસ્થાનના જાલોરમાં આવેલા ભયાનક ભૂકંપની અસર સમગ્ર બનાસકાંઠામાં જોવા મળી હતી. બનાસકાંઠા વિસ્તારમાં આવેલા અંબાજીમાં તેની અસર વધુ જોવા મળી હતી. ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી પંથકમાં પણ મોડરાત્રે ભુકંપના આંચકા અનુ઼ભવાયા હતા. જાણવા મળી રહ્યું છે કે અંબાજીમાં રાત્રે 2. 27 કલાક એ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમાં અંબાજી, આબુરોડ, માઉન્ટઆબુ વિસ્તારનો સમાવેશ થાય છે. અડધી રાત્રે ભૂંકપના આંચકાથી સૂઈ રહેલા લોકો બહાર પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. રિકટર સ્કેલ પર 2.6 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિદુ પાલનપુરથી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે હોવાનુ મનાઈ રહ્યુ છે.

આ પણ વાંચો :ગોવામાં આજથી 52મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થશે, 28 નવેમ્બર સુધી ચાલશે

રાજસ્થાનમાં ગુરુવારે સવારે ભૂકંપ

આ પહેલા રાજસ્થાનના જોધપુર ડિવિઝનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા હતા નહીં, પરંતુ સવારે 3.30 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ISR) દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. ભૂકંપ સાંજે લગભગ 7.25 કલાકે આવ્યો હતો.ISRએ માહિતીમાં જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી 136 કિમી ઉત્તર-પૂર્વમાં હતું.

આ પણ વાંચો :ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે RSSના પ્રમુખે શું કહ્યું…

ભૂકંપ કેમ આવે છે?

પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીન નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટો એકસાથે અટવાઇ જાય છે, પરંતુ કેટલીકવાર આ પ્લેટો સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ક્યારેક તે વધુ કંપન કરે છે અને તેની તીવ્રતા વધે છે. ભારતમાં, પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થળોએ તે વધારે છે અને કેટલાક સ્થળો ઓછા છે.

આ શક્યતાઓના આધારે, ભારતને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જે જણાવે છે કે ભારતમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ ક્યાં છે. આ ઝોન -5 માં મોટા ભાગે ભૂકંપ આવવાની શક્યતા છે અને તેના કરતા 4, 3 ઓછા છે.

આ પણ વાંચો :પાકિસ્તાન સરકારે બળાત્કારી વિરોધી કાયદામાંથી આ સજાની જોગવાઇ હટાવી…

આ પણ વાંચો :મહારાષ્ટ્ર-કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણી, ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર