Not Set/ પાલીમાં ચાલતી ગાડી પર પડ્યું માર્બલ ભરેલું કન્ટેનર, 4 લોકોનાં કરુણ મોત

રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડા એન્ડલા પોલીસ સ્ટેશન વિસ્તારના બારલાઈ ગામના NH પર શુક્રવારે સવારે એક અકસ્માત સર્જાયો હતો.

India
A 26 પાલીમાં ચાલતી ગાડી પર પડ્યું માર્બલ ભરેલું કન્ટેનર, 4 લોકોનાં કરુણ મોત

રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડા એન્ડલા પોલીસ સ્ટેશન વિસ્તારના બારલાઈ ગામના NH પર શુક્રવારે સવારે એક અકસ્માત સર્જાયો હતો. માર્બલથી ભરેલું કન્ટેનર અનિયંત્રિત થઈને નજીકમાં જઈ રહેલી કાર પર પડ્યું હતું. આને કારણે કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ કારમાં સવાર તમામ લોકો જોધપુરથી અમદાવાદ જઇ રહ્યા હતા.

અકસ્માતની માહિતી મળ્યા બાદ પાલી પોલીસ અધિક્ષક કાલુરામ રાવત સહિ‌ત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેનની મદદથી પડી ગયેલા ટેન્કરને અલગ કર્યું હતું. પોલીસે ટેન્કરને એક તરફ ફેરવી મૃતદેહને મોર્ચરીમાં મુકાવ્યા હતા. મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે પાલીથી સિરોહી નેશનલ હાઇવે પર થાણા ગુડા એન્ડલા વિસ્તારના બારલાઈ ગામ નજીક કાર નંબર આરજે 19 TA9226 પાલીથી સિરોહી તરફ જઈ રહી હતી. ત્યારે ગુજરાત નંબર Gj12BT3880 નો કન્ટેનર ટ્રોલા કારને ઓવરટેક કરવાના ચક્કરમાં કાર ઉપર હતું.

આ પણ વાંચો :ખોદયો પહાડ નીકળો ઉંદર : સામે આવ્યું EVM કાંડનું સત્ય, કોઈ છેતરપિંડી થઈ નથી, બુથ નંબર 149 પર ફરીથી થશે મતદાન

માર્બલ ભરેલા કન્ટેનરમાં ભરાઈ ગયું હતું જેનું વજન ખૂબ વધારે હતું, જેના કારણે કાર સંપૂર્ણ તેની નીચે દબાઈ ગઈ હતી અને તેમાં સવાર ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ જોધપુરના રહેવાસી તરીકે થઇ છે.

આ પણ વાંચો :હવે સડસડાટ ઉતરશે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો ક્યારથી મળશે ફાયદો?

ગુડા એન્ડલા પોલીસ અધિકારી બિહારી લાલ શર્માએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં મનોજ શર્મા નિવાસી જલોર, અશ્વિનીકુમાર દવે નિવાસી વિશ્વકર્મા નગર જોધપુર, બુધારામ પુત્ર તુલસીરામ પ્રજાપત નિવાસી કમલા નહેરુ નગર જોધપુર અને રશ્મિ દેવી પત્ની અશ્વિનીકુમાર દવેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે જ સમયે, અકસ્માત બાદ હાઇવે જામ થઈ ગયો હતો, ત્યારબાદ પોલીસે વાહનોને હટાવ્યા હતા.

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં શું લાગશે લોકડાઉન? આજે સાંજે 8:30 વાગ્યે મુખ્યમંત્રી કરી શકે છે મોટું એલાન