Not Set/ સુરતમાં એક પેટ્રોલપંપનાં 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

રાજ્યમાં દિવ-પ્રતિદિન કોરોનાનાં કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. ત્યારે રાજ્યનાં સુરત શહેરમાંથી સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે.

Top Stories Gujarat Surat
cricket 2 સુરતમાં એક પેટ્રોલપંપનાં 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
  • સુરતમાં એક પેટ્રોલપંપનાં ચાર કર્મીને કોરોના
  • સુરત શહેરમાં એક પેટ્રોલ પંપ કરાવાયો બંધ
  • પેટ્રોલ પંપના કર્મચારીઓનું કરાયુ ચેકીંગ
  • ચેકીંગ દરમિયાન 4 કર્મચારી આવ્યા પોઝિટિવ
  • નવો આદેશ ન થાય ત્યાં સુધી પેટ્રોલપંપ બંધ રહેશે
  • મનપા દ્વારા કોરોનાને નાથવા કરાઈ રહી છે કામગીરી

રાજ્યમાં દિવ-પ્રતિદિન કોરોનાનાં કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. ત્યારે રાજ્યનાં સુરત શહેરમાંથી સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. અહી કોરોનાનાં કેસોમાં રોજે રોજ ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, સુરતમાં એક પેટ્રોલપંપનાં 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે.

સાવધાન! / અમદાવાદનાં ગીતા મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું

કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા પેટ્ર્લોપંપને બંધ કરી દેવામાં આવ્યો છે. સુરતમાં કોરોનાનાં કેસો વધતા ટેસ્ટિંગ વધારવામા આવ્યુ છે. ત્યારે આ પેટ્રોલપંપનાં કર્મચારીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ, જે બાદ 4 કર્મચારીઓ પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. આ 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હોવાનુ સામે આવ્યા બાદ અન્ય કર્મચારીઓમાં ફફડાટ વધી ગયો છે. એક જ પેટ્રોલપંપનાં 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ નવો આદેશ ન મળે ત્યા સુધી આ પેટ્રોલપંપને બંધ રાખવામાં આવ્યો છે. સુરત મનપા દ્વારા કોરોનાને નાથવા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

કોરોના બેકાબૂ / દેશમાં કોરોના નવી ઊંચાઈએ ,24 કલાકમાં 43,800 નવા કેસ, એક્ટિવ કેસ 3 લાખને પાર

  • સુરતમાં કોરોનાનો કહેર યથાવત
  • શહેરમાં શાકભાજી વિક્રેતાનું કરાયું ટેસ્ટિંગ
  • 1128 જેટલા વિક્રેતાઓનું કરાયું ટેસ્ટિંગ
  • 27 શાકભાજીના વિક્રેતા આવ્યા પોઝિટિવ
  • શાકભાજીના વિક્રેતા સુપર સ્પ્રેડર ન બને તે માટે ટેસ્ટિંગ
  • ઉધના -અઠવા ઝોનમાં સૌથી વધુ 7 – 7 વિક્રેતા પોઝિટિવ

સુરતમાં કોરોનાનાં કેસમાં વધારો થયો છે, ત્યારે શહેરમાં શાકભાજી વિક્રેતાનું પણ ટેસ્ટિંગ કરાયુ છે. અંદાજે 1128 જેટલા વિક્રેતાઓનું ટેસ્ટિંગ કરાયુ છે. જેમા 27 શાકભાજીનાં વિક્રેતા કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે શાકભાજીનાં વિક્રિતા પાસે લોકો મોટી સંખ્યામાં શાકભાજીની ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વિક્રિતાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે મનપાએ ટેસ્ટિંગને ઝડપી કર્યુ છે. જણાવી દઇએ કે, ઉધના-અઠવા ઝોનમાં સૌથી વધુ 7-7 શાકભાજીનાં વિક્રેતા કોરોના પોઝિટિવ આવ્યા છે. આ વિક્રેતાઓ કોરોના પોઝિટિવ આવતા હવે લોકોમાં ચિંતા વધી ગઇ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ