Not Set/ પોલીસ પકડશે નહીં તેવી જવાબદારી લેવાતી, તો શું પોલીસની મિલીભગતથી ચાલતું આ જુગારધામ?

અમદાવાદ, અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા. હજીરાની પોળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલતું હતું. શું પોલીસની મિલીભગતથી ચાલતું આ જુગારધામ? મહત્વનું છે કે, જુગાર રમવા આવનાર દરેક જુગારીઓને અહીંયા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી અને પોલીસ પકડે નહીં તે માટેની જવાબદારી પણ લેવામાં […]

Ahmedabad Gujarat Videos
mantavya 104 પોલીસ પકડશે નહીં તેવી જવાબદારી લેવાતી, તો શું પોલીસની મિલીભગતથી ચાલતું આ જુગારધામ?

અમદાવાદ,

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા. હજીરાની પોળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલતું હતું.

શું પોલીસની મિલીભગતથી ચાલતું આ જુગારધામ?

મહત્વનું છે કે, જુગાર રમવા આવનાર દરેક જુગારીઓને અહીંયા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી અને પોલીસ પકડે નહીં તે માટેની જવાબદારી પણ લેવામાં આવતી હતી. તો શું આ જુગારધામમાં સ્થાનિક પોલીસની મિલીભગત હોઈ શકે છે?

મળતી માહિતી મુજબ આ જુગારધામમાં સ્થાનિકની પોલીસની અને જુગારધામ ચલાવતા સંચાલકની મિલીભગત છે જેના કારણે  હજીરાની પોળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલી રહ્યું છે તેવું લોકોનું કહેવું છે, સાચું કારણ તો હવે આ મામલે સાચી દિશામાં તપાસ કરવામાં આવે ત્યારબાદ સામે આવી શકે છે.

ખાસ કરીને હજીરા પોળમાં પોલીસથી બચવા માટે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા તો છેલ્લા ઘણા વર્ષોથી જુગારધામની પ્રવૃત્તિ પોળમાં ચાલતી હોવાની વાત સામે આવી છે.

આ જુગાર ચલાવનાર મુખ્ય સૂત્રધાર મોંન્ટુ ગાંધી ઉર્ફે મોંન્ટુ નામદાર હાલ ફરાર છે. હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 35 જુગારીઓને ઝડપી 1,86,000 લાખ રૂપિયા રોકડ, વાહનો અને મોબાઈલ પણ કબ્જે કર્યા છે. સાથે CCTV કેમેરાનું DVR પણ કબ્જે કરવામાં આવ્યું છે.