Accident/ આગ્રા એક્સપ્રેસ વે પર બસ અને ડમ્પરની ટક્કરમાં 4 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ઈટાવામાં આગ્રા એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર  અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

Top Stories India
4 39 આગ્રા એક્સપ્રેસ વે પર બસ અને ડમ્પરની ટક્કરમાં 4 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ઈટાવામાં આગ્રા એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર  અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 45 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ગોરખપુરથી અજમેર જઈ રહી હતી ત્યારે ડમ્પર સાથે અથડાઈ હતી. ઘટના બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ડમ્પર રેતીથી ભરેલું હતું.

 પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસ આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત કેવી રીતે થયો, તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. જિલ્લાના એડીએમએ જણાવ્યું કે બસ સ્લીપર હતી. ઘાયલોને સૈફઈની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જિલ્લા અધિકારીઓએ ઘાયલોને યોગ્ય સારવારની ખાતરી આપી છે. અધિકારીઓએ કહ્યું છે કે ઘાયલોની હાલત સુધરશે ત્યારે તેમની પાસેથી પણ માહિતી લેવામાં આવશે.