પોલીસ ફરિયાદ/ મોરબીમાં અશ્લીલ વીડિયો બતાવીને 4 વર્ષની બાળકી સાથે કર્યા અડપલાં,આરોપી પોલીસના સંકજામાં

મોરબીમાં 4 વર્ષની બાળકી ને અશ્લીલ વીડિયો બતાવીને શારિરીક  અડપલાં કરવાનો કિસ્સો સામે આવ્યો છે

Top Stories Gujarat
7 2 મોરબીમાં અશ્લીલ વીડિયો બતાવીને 4 વર્ષની બાળકી સાથે કર્યા અડપલાં,આરોપી પોલીસના સંકજામાં
  • મોરબીમાં 4 વર્ષની બાળકી સાથે અડપલાં
  • મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલાં
  • જાવેદ પીજારા નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ
  • બાળકીને રમાડવાના બહાને લઇ ગયો હતો આરોપી
  • સમગ્ર મામલે સીટી એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી

મોરબીમાં 4 વર્ષની બાળકી સાથે અડપલાં કરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં 4 વર્ષની બાળકી ને અશ્લીલ વીડિયો બતાવીને શારિરીક  અડપલાં કરવાનો કિસ્સો સામે આવ્યો છે, મોરબીમાં જાવેદ પીજારા નામના વ્યક્તિએ પાડોશમાં રહેતી બાળકીને રમાડવાના બહાને લઇ ગયો અને બાળકીને અશ્લીલ વીડિયો બતાવી 4 વર્ષની માસૂમ બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા.આ મામલે જાવેદ પીજારા સામે ફરિયાદ નોંધાઇ, આ સમગ્ર મામલે મોરબી સીટી એ ડીવીઝનના પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે હાલ પોલીસે આરોપીની સઘન પુછપરછ કરી રહી છે.