New Delhi/ નોટબંદીનાં 4 વર્ષ થયા પૂર્ણ, રાહુલ ગાંધી બોલ્યા – આ PM ની ચાલ હતી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો બહાર પાડતા નોટબંદીને ભારતનાં ગરીબ, ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારો પર હુમલો બતાવ્યો છે.

Top Stories
sss 62 નોટબંદીનાં 4 વર્ષ થયા પૂર્ણ, રાહુલ ગાંધી બોલ્યા - આ PM ની ચાલ હતી

આજે 8 નવેમ્બર છે, આજે નોટબંદીને ચાર વર્ષ પૂરા થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016 નાં રોજ આઠ વાગ્યે રાષ્ટ્રને સંબોધનમાં અપ્રત્યાશિત રીતે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને ચલણમાંથી બહાર કરતા તેને કાયદાકીય ટેન્ડર નહી હોવાની ઘોષણા કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો બહાર પાડતા નોટબંદીને ભારતનાં ગરીબ, ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારો પર હુમલો બતાવ્યો છે. નોટબંદીને રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવતા રાહુલ ગાંધીએ લોકોને અવાજ ઉઠાવવા કહ્યું છે.

ફટાકડા ફોડવાને લઇ અમદાવાદીઓ માટે આવ્યા મોટા સમાચાર

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યુ કે, ‘નોટબંદી PM ની સમજણભરી ચાલ હતી, જેથી સામાન્ય જનતાનાં પૈસાથી’ મોદી-મિત્ર ‘મૂડીવાદીઓને કરોડો રૂપિયાનું દેવુ માફ કરી શકાય. ભૂલ ન કરો – તે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું, ભૂલથી નહીં. આ રાષ્ટ્રીય દુર્ઘટનાનાં ચાર વર્ષો પર તમારો અવાજ ઉઠાવો.

રાહુલે માથાદીઠ આવકનાં સંદર્ભમાં ભારતને પાછળ કરતા બાંગ્લાદેશનાં તાજેતરનાં અહેવાલને ટાંકીને કહ્યું કે, તે એક દિવસમાં બન્યું નથી, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થાનાં વિધ્વંસની સાથે શરૂઆત થયુ હતુ. રાહુલે જીએસટીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેના ખોટા અમલીકરણથી મોટા કોર્પોરેટ ગૃહોને ફાયદો થયો છે. કોંગ્રેસે પણ ટ્વિટ કરીને કહ્યું છે કે, દેશની અર્થવ્યવસ્થા નોટબંદીનાં નિર્ણયથી બરબાદ થઈ ગઈ છે. દેશની અર્થવ્યવસ્થા હજી પણ નોટબંદીની અસરોનો સામનો કરી રહી છે. તમારે અમારી #SpeakUpAgainstDeMoDisaster અભિયાનમાં જોડાવું જોઈએ અને વડા પ્રધાન નિર્મિત નોટબંદી નામની આ દુર્ઘટના સામે અવાજ ઉઠાવતા મોદી સરકારને માફી માંગવાની અપીલ કરો.

કોંગ્રેસનાં નેતા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે, 4 વર્ષ પહેલા વડા પ્રધાનનાં નિવેદનેથી સમગ્ર દેશનાં અર્થતંત્રની કમર તૂટી ગઈ હતી. તેમણે બેરોજગાર યુવાનો, ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો, સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રની કમર પણ તોડી નાખી.