Political/ સૌરાષ્ટ્રની 48 બેઠકો આગામી વિધાનસભા ચૂંટણી માટે નિર્ણાયક સાબિત થશે! કોંગ્રેસે 2017માં 30 બેઠકો જીતી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી  છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની બાગડોર સંભાળી લીધી છે

Top Stories Gujarat
3 26 સૌરાષ્ટ્રની 48 બેઠકો આગામી વિધાનસભા ચૂંટણી માટે નિર્ણાયક સાબિત થશે! કોંગ્રેસે 2017માં 30 બેઠકો જીતી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી  છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની બાગડોર સંભાળી લીધી છે, આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં હોવાથી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જગં જોવા મળશે.ભાજપે ગુજરાતમાં 150 બેઠકો જીતાનો ટાર્ગેટ રાખ્યો છે, આ રણનીતિ પર સત્તાપક્ષ કામે લાગી ગઇ છે. હાલ  વડાપ્રધાન સહિત કેન્દ્રીય મંત્રીઓ રાજ્યની મુલાકાત લઇ રહ્યા છે. ચૂંટણી જીતવા કોઇ કસર છોડવા માંગતા નથી.ભાજપે જ્યા નબળી પડતી બેઠકો પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ઠની 48 બેઠકો નિર્ણાયક  સાબિત થશે. અહિ ભાજપ ફાવતું નથી.

ભાજપની વાત કરીએ તો સૌરાષ્ઠમાં શહેર સુધી સીમીતિ જોવા મળે છે જ્યારે ગામડાઓમાં આજેપણ કોંગ્રેસનો જાદુ બરકરાર રહ્યો છે, જેના લીધે આ વખતે 48 બેઠકોમાં કોંગ્રેસને પરાસ્ત કરવા ભાજપે  ખાસ રણનીતિ બનાવીને કોગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની તૈયારીમાં કામે લાગી ગયું  છે.સૌરાષ્ટ્રની 48 બેઠકો પર જીત માટે તમામ પક્ષોનું જોર પહેલાંથી જ દેખાઇ રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રની 48 બેઠકોની એવી તમામ બાબતોને ધ્યાને લઇએ કે જેને ધ્યાનમાં લઇને  રાજકીય પક્ષ પોતાની રણનીતિ બનાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે  પીએમ મોદી  એ જામકંડોરણામાં બેઠક કરી છે. અહીં એ પણ નોંધવું જોઇએ કે ભાજપે પોતાનો ટેકો વધારવા માટે જ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના ઘરમાં લાવવા અભિયાન ચલાવવાની હદે કામ કર્યું છે તેની પાછળ પણ નેતા અને તેના સમર્થક વર્ગને ભાજપતરફી બનાવવાનો જ હેતુ છે. છેલ્લામાં છેલ્લા વિસાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા જે આક્રમક તેવરથી ભાજપનો વિરોધ કરતાં રહ્યાં હતાં તેઓને પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ કરાવવામાં  આવ્યા છે.

 કોંગ્રેસ આ વિસ્તારમાં મજબૂત જડ ધરાવે જ છે, છતાં ભાજપ તેના નેતાઓને સેરવતું રહ્યું તે જૂથબંધીના કારણે મૂંગે મોંએ જોઇ રહી હતી. તેમ છતાં ચૂંટણી ઢૂંકડી આવતાં કોંગ્રેસે પણ સળવળાટ દાખવ્યો છે અને પીએમ મોદીએ કહ્યું તેમ ચૂપચાપ તળના મતદારો સુધી પહોંચી રહી છે.ગત ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી વધુ 30 ઉમેદવાર જીત્યા છે. 2017માં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં સફળતા મળી હતી. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો પર એક નજર નાખીએ તો સૌરાષ્ટ્રની 48 બેઠકો પરથી ભાજપના 18 ઉમેદવારો અને કોંગ્રેસના 30 ઉમેદવારો ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે. જે જગ્યા પર કોંગ્રેસના ઉમેદવારો ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે, તે ગ્રામ્ય વિધાનસભાની બેઠકો છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવારો જે જગ્યા પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે તે મોટે ભાગે શહેરી બેઠકો છે. વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો તેમાં 25 વર્ષથી ભાજપે પેઠ બનાવી છે થતાં હજુ પણ તમામ બેઠકો પર જીત મેળવી શકી નથી.

ભાજપ માટે સૌરાષ્ટ્ર આટલું મહત્ત્વનું વર્ષ 2017માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 48 બેઠક પર ભાજપને ખૂબ સંઘર્ષ કરવો પડયો હતો. શહેરી વિસ્તારોની વિધાનસભા બેઠકને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારની વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પકડ જમાવી હતી અને પ્રચંડ વિજય સાથે બહાર આવી હતી. ત્યાં આ વખતે તો આમ આદમી પાર્ટી તરીકે ત્રીજા રાજકીય પક્ષનો નવો પડકાર ઊભો થઇ ગયો છે.

સૌરાષ્ટ્રમાં ગત વિધાનસભાની ચૂંટણી  2017માં ભાજપનો શહેરી વિસ્તાર પર દબદબો અને કોંગ્રેસનો ગ્રામ્ય વિસ્તારની બેઠક પર દબદબો સાબિત કરી આપે છે. અમરેલી, મોરબી અને સોમનાથ જિલ્લાની એક પણ બેઠક જીતવામાં 2017માં ભાજપને સફળતા મળી ન હતી. જૂનાગઢની 5માંથી ફક્ત એક જ કેશોદ બેઠક પર ભાજપ જીત્યો હતો. તો પોરબંદર અને બોટાદ જિલ્લામાં પણ એક એક બેઠક જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતી છે. રાજકોટની 8 પૈકીની 6 બેઠક પર ભાજપનો વિજય થયો છે. તેવી જ રીતે ભાવનગર શહેરની 7 પૈકી 6 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ પરિણામોથી સ્પષ્ટ તારણ મેળવી શકાય છે કે 2017ની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો શહેરી મતદારો પર અને કોંગ્રેસનો ગ્રામ્ય મતદારો પર દબદબો હતો.

સૌરાષ્ટ્રમાં પાટીદાર અને કોળી મતદારો ના વર્ગવિશેષ છે જેમના હાથમાં તમામ બેઠક ગુજરાતમાં સરકાર બનાવવા માટે કોઈપણ રાજકીય પક્ષે સૌરાષ્ટ્ર પર નિર્ભર બનવું પડે. એવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠકો તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વની અને નિર્ણાયક બની જાય છેે. 48 બેઠકો પૈકી અનામત બેઠકને બાદ કરતા મોટાભાગની બેઠકો પર પાટીદાર અને કોળી બહુમતી ધરાવતા મતદારો છે. જે પૈકીની રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને મોરબી જિલ્લાની બેઠકો લેઉવા પાટીદાર મતદારો ધરાવતી બેઠકો મનાય છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો પ્રભાવી પરિબળ છે. પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક પર મેેર જ્ઞાતિના વર્ચસ્વવાળી છે