વડોદરા/ મહિલા સુરક્ષા અભિયાન હેઠળ કોંગ્રેસે પ્રધાનમંત્રીને લખ્યા પત્રો

મહિલા સુરક્ષા અભિયાન હેઠળ વડોદરા શહેર કૉંગ્રેસ દ્વારા પ્રદર્શન અને મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખાયા હતા. પ્રજાલક્ષી મુદ્દાઓને…

Gujarat Vadodara
a 51 મહિલા સુરક્ષા અભિયાન હેઠળ કોંગ્રેસે પ્રધાનમંત્રીને લખ્યા પત્રો

સાયજીનગરી વડોદરામાં મહિલા સુરક્ષા અભિયાન હેઠળ વડોદરા શહેર કૉંગ્રેસ દ્વારા પ્રદર્શન અને મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખાયા હતા. પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને કૉંગ્રેસના અભિયાનમાં આજે બુધવારના રોજ મહિલા સુરક્ષા અભિયાન હેઠળ મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ બીશ્વરંજન મોહંતીની ઉપસ્તીથી માં વડોદરા શહેર- જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર, મંગળબજાર ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું, “સુરક્ષા અને સસ્તાઈ – મહિલાઓનો અધિકાર” ના નારા પોકાર્યા હતા. ત્યાર બાદ મહિલા કૉંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને મંગળબજાર માં આવેલી મહિલાઓ જોડે પોસ્ટ કાર્ડ લખાવી તેમની સહી લેવામાં આવી.

આ પણ વાંચો :આવતીકાલે ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ, ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસી અપાશે

આ શાંતિપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ દ્વારા વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, વિરોધ પક્ષ નેતા અમીબેન રાવત, પ્રવક્તા અમિત ઘોટીકર, પ્રદેશ મંત્રી નિલેશ બ્રહ્મભટ્ટ, મહિલા પ્રમુખ નિલાબેન શાહ, મહિલા પ્રદેશ ઉપપ્રમુખ તૃપ્તિબેન ઝવેરી, કાઉન્સિલર અલકાબેન પટેલ અને અન્ય 28 જણ ની ધરપકડ કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં ગુજરાતમાં ધોળા દિવસે મહિલાઓના ગળા માંથી “ચેન-સ્નેચીગ” “ઘર ફોડી” જેવી ઘટનાઓમાં વધારો થયો છે.

આ પણ વાંચો :જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી

આ મામલે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા કે, કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 350 રૂપિયા ગેસ નો બોટલ હતો અને હવે ગેસનો બોટલ 830 રૂપિયા થઈ ગયો છે. હાલના દિવસોમાં ઘરનું રસોડું ચલાવવું મહિલાઓ માટે કપરું બન્યું છે. આજે ઘરવખરી નો કોઈ પણ સામાન હોય તેમાં મોંઘવારી એ માઝા મૂકી છે. દિવસે ને દિવસે રોજગાર ની સંખ્યા ઘટે છે અને મોંઘવારી વધી રહી છે.

થોમસ રોઇટર્સ ફાઉન્ડેશન નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કરેલા સર્વેક્ષણ અનુસાર ભારત મહિલાઓ માટે દુનિયાનો સૌૈથી વધારે અસુરક્ષિત દેશ છે. આ રિપોર્ટ અનુસાર યૌન હિંસા, સંસ્કૃતિ અને પરંપરાના નામે ઉત્પીડન અને માનવ તસ્કરીના મામલે ભારતનો રેકોર્ડ અત્યંત ખરાબ છે.

આ પણ વાંચો :ગીરગઢડાના વેળાકોટ ગામે બાળકોને પ્લાસ્ટીકના ચોખાનું વિતરણ કરાતા વાલીઓમાં રોષ

આ સંસ્થા મહિલાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગેના 558જાણકારો સાથે વાતચીત કરીને આ તારણ ઉપર આવી છે. જુદાં જુદાં દેશોમાં મહિલા સુરક્ષાને લઇને શુ પરિસ્થિતિ છે એ જાણવાનો આ સર્વેક્ષણનો મુખ્ય હેતુ હતો.

હકીકત છે કે, છેલ્લા ઘણાં સમયથી દેશમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારના પ્રમાણમાં વધારો થયો છે. પરંતુ પરિસ્થિતિ સુધરવાના બદલે ઓક વકરી રહી છે જેના કારણે ભારત મહિલાઓ માટે દુનિયાનો સૌથી અસલામત દેશ બની ગયો છે. સાત વર્ષ પહેલા ૨૦૧૧માં આ સર્વે થયો ત્યારે ભારત મહિલાઓની અસલામતિના મામલે ચોથા સ્થાને હતું. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં દેશની પરિસ્થિતિ ભારે તેજીથી બગડી છે. મહિલાઓ માટે રહેલા જોખમના મામલે ભારતે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન અને સીરિયાને પણ પાછળ રાખી દીધા છે. અફઘાનિસ્તાનનું આ યાદીમાં ભારત પછી બીજું અને સીરિયાનું ત્રીજું સ્થાન છે.

આ આંદોલન બાદ કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે કે, આવનાર દિવસોમાં મહિલા સુરક્ષામાં ગુજરાત સરકાર યોગ્ય પગલાં નહીં લે તો કૉંગ્રેસ મહિલા સુરક્ષા અને અધિકાર માટે ગલી ગલી એ જશે.

આ પણ વાંચો :  ત્રિપદા સ્કુલની ટાંકીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ