Accident/ તમિલનાડુમાં 6 વાહનો એકબીજા સાથે અથડાતા એક જ પરિવારના 5 લોકોના મોત

તમિલનાડુમાં  કુડ્ડલોર જિલ્લામાં ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે છ વાહનો એકબીજા સાથે અથડાતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા

Top Stories India
14 તમિલનાડુમાં 6 વાહનો એકબીજા સાથે અથડાતા એક જ પરિવારના 5 લોકોના મોત

TamilNadu  તમિલનાડુમાં  કુડ્ડલોર જિલ્લામાં ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે છ વાહનો એકબીજા સાથે અથડાતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. કુડ્ડલોર પોલીસે જણાવ્યું કે મંગળવારે વહેલી સવારે બે ખાનગી બસો,  બે કાર સહિત  વાહનો અથડાતા  એક પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે કારમાંથી મૃતદેહો મળી આવ્યા અને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે વહેલી સવારે આ અકસ્માત થયો હતો તમિલનાડુના (TamilNadu) કુડ્ડલોર જિલ્લાના વેવપુર પાસે આ અક્સમાત સર્જાયો હતો આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે એક સાથે પાંચ વાહનો એકબીજા વાહન સાથે અથડાયા હતા,જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજયા છે. અકસ્માત થતા આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી .પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલમાં પહોચાડ્યા હતા,મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

 

 

પોલીસે જણાવ્યું કે મૃતકના પરિવારના સભ્યો એક જ કારમાં હતા, જેની ઓળખ થવાની બાકી છે. વેપુર ફાયરમેનની ટીમની મદદથી મૃતદેહને કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ થઈ શકી નથી. પરંતુ કારની આરસી બુક મુજબ વાહન ચેન્નાઈના નંગનાલુરનું છે. વધુ તપાસ ચાલુ છે,પોલીસે મૃતકોના ઓળખ માટે આરટીઓ વિભાગ પાસે વાહનની માહિતી માંગી છે જેના આધારે મૃતકોના ઘરે જાણ કરી શકાય, આ અક્સમાત ગમ્ખવાર હતો એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. પોલીસે હાલ ગુનો નોધીને સઘન તપાસ હાથ ધરી છે, અને જે વાહનથી અકસ્માત સર્જાયો હતો તે ડ્રાઇવરની શોધકોળ હાથ ધરી છે. 

Cold in North India/ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, હવામાન વિભાગે આપી ચેતવણી

GSEB/GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ કરી જાહેર, ધોરણ 10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ

નિધન/ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું અવસાન, PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્વાંજલિ આપી