Business & Market 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની વચ્ચે ભારતીય શેરબજારમાં(Share Market ) આજે શાનદાર તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતો અને અમેરિકા સાથે ભારતના વેપાર કરાર (Trade Deal) ના સારા સમાચારના કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. બપોરે આશરે 12 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ (Sensex) 542.34 પોઈન્ટ અથવા 0.72% વધીને 75,725.70 ના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 160.60 પોઈન્ટ અથવા 0.68% ના ઉછાળા સાથે 23,815.30 પર કારોબાર કરી રહ્યો હતો. BSE ના ટોચના 30 શેરોમાંથી 21 શેરો ગ્રીન ઝોનમાં (તેજી સાથે) ટ્રેડ થઈ રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે પણ એશિયન બજારો(v) જેવા કે દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI), જાપાનનો નિક્કેઈ (Nikkei 225), શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઉચ્ચ સ્તરે કારોબાર કરી રહ્યા હતા. યુએસ માર્કેટ પણ ગુરુવારે તેજી સાથે બંધ થયું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે જો ઈરાન વાત નહીં માને તો હુમલો થઈ શકે છે, પરંતુ સાથે જ બંને દેશો શાંતિ વાર્તા તરફ આગળ વધી રહ્યા હોવાના અહેવાલો પણ છે.
Share Market માં આજના ઉછાળાના 5 મુખ્ય કારણો:
1.ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો:
અમેરિકા દ્વારા ઈરાન સાથે શાંતિ વાર્તાના સંકેતો મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ના ભાવમાં નરમાશ જોવા મળી છે. ક્રૂડ ઓઈલનો ભાવ ઘટીને 104 ડોલર પ્રતિ બેરલ(Share Market ) પર આવી ગયો છે, જે ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે રાહતના સમાચાર છે.
2.ડૉલર સામે રૂપિયો 18 પૈસા મજબૂત:
ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થતાં અને કાચા તેલના ભાવ ઘટવાને કારણે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો અમેરિકી ડોલર સામે 18 પૈસા મજબૂત થઈને 96.18 ના સ્તરે પહોંચી ગયો હતો. ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 96.30 પર ખૂલ્યા બાદ 96.18 ના સ્તરે મજબૂત થયો હતો.
3.અમેરિકી વિદેશ મંત્રીનું હકારાત્મક નિવેદન:
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના નિવેદન બાદ રોકાણકારોનો ભરોસો વધ્યો છે. તેમણે સંકેત આપ્યા છે કે ઈરાન સાથેની રાજદ્વારી વાર્તા સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે, જેનાથી યુદ્ધનો ખતરો ટળવાની આશા જાગી છે.
4.ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અપડેટ:
ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે આગામી અઠવાડિયા કે મહિનાઓ દરમિયાન એક મોટો વેપાર કરાર (Trade Deal) થઈ શકે છે. એવી અટકળો છે કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની આગામી મુલાકાત પહેલા આ ડીલ ફાઈનલ થઈ જશે. આ સમાચાર બજાર(Share Market ) માટે બૂસ્ટર સાબિત થયા છે.
5.બેંક નિફ્ટીમાં 1% થી વધુનો ઉછાળો:
RBI (ભારતીય રિઝર્વ બેંક) નબળા પડતા રૂપિયાને બચાવવા માટે વ્યાજ દરોમાં કોઈ અણધાર્યો વધારો કરવા અંગે વિચારી રહી નથી, તેવા અહેવાલો સામે આવ્યા બાદ બેંક નિફ્ટી (Bank Nifty) માં 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો, જેનાથી બેંકિંગ શેરોને મોટો સપોર્ટ મળ્યો છે.
(નોંધ: કોઈપણ શેરમાં(Share Market ) રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની મદદ જરૂર લો.)
આ પણ વાંચો :ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પરિવારમાં લગ્નની શરણાઈઓ, ટ્રમ્પ જુનિયર બહામાસમાં કરશે લગ્ન
આ પણ વાંચો :શું ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બની શકે? જાણો ઈઝરાયલના કાયદા શું કહે છે
આ પણ વાંચો :થાઈલેન્ડની મજા માણવા ઈચ્છતા ગુજરાતીઓ માટે મોટો આંચકો, સરકારે વિઝા નીતિમાં કર્યો ફેરફાર
