Not Set/ લીંબડીના ભલગામડા ગામે તળાવ કાંઠે 5,000 વૃક્ષોનું સંકલ્પવન બનશે

ગ્રામજનોએ ભલગામડા ગામના તળાવ કાંઠે, રમત ગમત મેદાનમાં 5,000 વૃક્ષો વાવી સંકલ્પ વનનું નિર્માણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો.

Gujarat
11 97 લીંબડીના ભલગામડા ગામે તળાવ કાંઠે 5,000 વૃક્ષોનું સંકલ્પવન બનશે

લીંબડી તાલુકાના ભલગામડા ગામની સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ખાતે સરસ્વતી સહાય યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણાના હસ્તે વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. ધો.10માં અભ્યાસ પુર્ણ કરનાર છાત્રોને વિદાય આપવામાં આવી હતી.

લીંબડીના ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળાના સદ્દગત પુત્ર અલીભાઈના સ્મર્ણાર્થે ભલગામડા ગામની સરકારી માધ્યમિક હાઈસ્કૂલના પટાંગણમાં તૈયાર કરવામાં આવેલા સ્મૃર્તિ વનનું કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણાએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શહેર ઉપરાંત ગ્રામ વિસ્તારોમાં કન્યા કેળવણીને વધુ વેગવંતું બનાવવા અનેક યોજના અમલમાં મૂકી છે. જેના કારણે રાજ્યમાં કન્યા કેળવણીનો ગ્રાફ ઉંચો આવ્યો છે.

ગામને હરિયાળું બનાવવા દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવી તેનું જતન કરી ઉછેર કરવો જોઈએ. ગ્રામજનોએ ભલગામડા ગામના તળાવ કાંઠે, રમત ગમત મેદાનમાં 5,000 વૃક્ષો વાવી સંકલ્પ વનનું નિર્માણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા, તા.પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ બારડ, પ્રફુલ મહારાજ, સરપંચ સુખદેવસિંહ રાણા, ઉપસરપંચ શક્તિસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મા.હાઇસ્કૂલના અવનીબા ઝાલા, શ્ચેતાબેન ચિત્તલીયાએ જહેમત ઉઠાવી હતી.