શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ/ યાત્રાધામ અંબાજી ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે ત્યારે પ્રચાર પ્રસારના હેતુથી બનાવાયેલા 5 રથ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી મધ્ય ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદના જિલ્લાઓમાં જુદા જુદા ગામોમાં જઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ આપશે.

Gujarat Gandhinagar
YouTube Thumbnail 66 યાત્રાધામ અંબાજી ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

Gandhinagar News: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્ર્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી-2024 દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્‍સવ દરમિયાન ગાંધીનગર જિલ્લામાંથીમાં અંબાના દર્શનનો અને શ્રી 51 શક્‍તિપીઠ પરિક્રમાનો માઇ ભકતો નિઃશુલ્‍ક લાભ લઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયું છે. આ સમગ્ર આયોજનની સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી એમ. કે. દવેએ શ્રી ૫૧ શક્‍તિપીઠ પરિક્રમા મહોત્‍સવ સંદર્ભે યોજાઇ રહેલી યાત્રાને માં અંબાના દર્શન માટેનું પુણ્‍ય કાર્ય અને માઇ ભક્‍તોની સેવા માટેનો અવસર ગણાવી હતી.

આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિઃશુલ્‍ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીને અલ્‍પાહાર, પીવાના પાણી અને ભોજનની વ્‍યવસ્‍થા તેમજ જરૂરતના સમયે આરોગ્‍યની સેવા પણ મળી રહે તે માટેની વ્‍યવસ્‍થા સંદર્ભે જિલ્લા કલેક્‍ટરે માર્ગદર્શન આપ્‍યું હતું. વધુમાં વધુ શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય તે માટે અનુરોધ પણ કર્યો હતો.

 ઉલ્લેખનીય છેકે 51 શક્તિપીઠમા માઁ નું ભારત ઉપરાંત નેપાળ, પાકીસ્તાન, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેમ કે, પશ્વિમ બંગાળ, બિહાર, ત્રિપૂરા, મેઘાલય, આસામ, તમીલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી