Panchmahal News/ ગોધરા વડોદરા હાઈવે પરથી દારૂના જથ્થા સાથે 6.85 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે બે આરોપીની ધરપકડ કરી, ચાર ફરાર આરોપીની શોધ ચાલુ

Top Stories Gujarat

Panchmahal News : પંચમહાલના કલોલ તાલુકાના ગોધરા વડોદરા હાઈવે પર ખડકી ટોલ પ્લાઝા પાસેથી કારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલના(એસએમસી) અધિકારીઓને મલી હતી. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને હુડાઈ કાર અટકાવી હતી. તપાસ કરતા અંદરથી પોલીસને રૂ.1,61,700 નો દારૂનો જથ્થો મલી આવ્યો હતો. પોલીસે દારૂ, રોકડ રકમ બે મોબાઈલ અને કાર મળીને કુલ રૂ.6,85,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે રાજસ્થાનના ઉદેપુરના રામલાલ એસ.ડાંગી અને કૈલાશ કે.ડાંગીની ધરપકડ કરી હતી. બન્ને વધુ તપાસ માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર, કારનો માલિક તથા વડોદરામાં દારૂનો જથ્થો મંગાવનારા સહિત ચાર શખ્સોની પોલીસે શોધ હાથ ધરી છે.આ કાર્યવાહી એસએમસીના પીએસઆી એસ.આર.શર્મા અને તેમની ટીમે કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે

આ પણ વાંચો: અંબાલાલની આગાહીઃ અડધી નવરાત્રિ જશે પાણીમાં

આ પણ વાંચો: પોલીસની માર્ગદર્શિકા : નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી જ રમાશે ગરબા