A.P.M.C/ ગોધરા A.P.M.C.ની ચૂંટણીમાં 6 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા

ગોધરા એ.પી.એમ.સી.ના ખેડૂત વિભાગના ૧૦ સદસ્યો માટેના બરકરાર રહેલા ચૂંટણી જંગમાં ભાજપ પ્રેરીત પેનલના ૧૦ અને અન્ય ૫ ઉમેદવારો વચ્ચેના ચૂંટણી જંગ માટે ૨૪૫ મતદારો મતદાન કરતો ચુકાદો આપશે

Gujarat
6 3 5 ગોધરા A.P.M.C.ની ચૂંટણીમાં 6 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા

ગોધરા એ.પી.એમ.સી.ના ચૂંટણી જંગમાં આજરોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં ભાજપ પ્રેરીત પેનલને માન આપીને પૂર્વ ચેરમેન રાજેશ ચૌહાણ (રાજુ સુખીયાપુરી), ધારાસભ્ય પુત્ર માલવદિપસિંહ રાઉલજી સમેત ભાજપના અગ્રણી કાર્યકરો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા સહકાર વિભાગ માંથી (૧) પટેલ વિષ્ણુભાઈ કિશોરભાઈ અને (૨) ચૌહાણ ગોવિંદસિંહ ઉદેસિંહ આ બન્ને ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. આજ પ્રમાણે વેપારી વિભાગમાં (૧) પટેલ મહેશકુમાર શશીકાંત, (૨) બારીઆ રમેશભાઈ બળવંતભાઈ, (૩)
લાલવાણી ધર્મેશકુમાર હરીરામ, (૪) શાહ ચિરાગભાઈ પ્રવિણચંદ્રને પણ બિનહરીફ વિજેતા જાહેર કરતા ગોધરા એ.પી.એમ.સી.માં ૬ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાતા ભાજપ અગ્રણીઓ દ્વારા તમામનું ફુલહારથી સ્વાગત કરાયું હતું. જો કે ખેડૂત વિભાગ માંથી ભાજપ પ્રેરીત પેનલના ૧૦ ઉમેદવારો સામે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના આ નાટકીય જંગમાં ૫ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત નહિ ખેંચતા ખેડૂત વિભાગનો ચૂંટણી જંગ બરકરાર રહેતા ગોધરા એ.પી.એમ.સી.માં બિનહરીફ સત્તાઓ પ્રાપ્ત કરવાના ભાજપના અરમાનો ખેડૂત વિભાગમાં ખોરવાઈ ગયા હતા.!!

ગોધરા એ.પી.એમ.સી.ના ખેડૂત વિભાગના ૧૦ સદસ્યો માટેના બરકરાર રહેલા ચૂંટણી જંગમાં ભાજપ પ્રેરીત પેનલના ૧૦ અને અન્ય ૫ ઉમેદવારો વચ્ચેના ચૂંટણી જંગ માટે ૨૪૫ મતદારો મતદાન કરતો ચુકાદો આપશે પરંતુ ગોધરા એ.પી.એમ.સી.ની સત્તાઓ ભાજપ હસ્તક જ રહેશે આ લગભગ સુનિશ્ચિત જ છે.

રિર્પોટર-મોહસીન