Not Set/ કિદામ્બી શ્રીકાંત સહિત 6 ખેલાડી કોરોના સંક્રિમત,ઓપન ટુર્નામેન્ટમાંથી બહાર

જ્યારે વિશ્વના ટોપ ખેલાડી કિંદા મ્બી શ્રીકાંત અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અશ્વિન પોનપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

Top Stories Sports
AAA 1 કિદામ્બી શ્રીકાંત સહિત 6 ખેલાડી કોરોના સંક્રિમત,ઓપન ટુર્નામેન્ટમાંથી બહાર

ભારતમાં કોરોનના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે,છેલ્લા 24 કલાકમાં બે લાખથી વધારે કેસ સામે આવ્યા છે જે ચિંતાજનક બાબત છે, જ્યારે વિશ્વના ટોપ ખેલાડી કિંદા મ્બી શ્રીકાંત અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અશ્વિન પોનપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખેલાડીઓ અને તેમના ડબલ્સ પાર્ટનર્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.અન્ય પાંચ ખેલાડીઓ કે જેમનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે તેમાં રિતિકા રાહુલ ઠક્કર, તારિસા જોલી, મિથુન મંજુનાથ, સિમરન અમન સિંઘી, ખુશી ગુપ્તા છે. તેમાંથી પોનપ્પા, ઠક્કર, ટ્રેસા, ગુપ્તા અને સિમરન ડબલ્સ સ્પર્ધાઓમાં સામેલ હતા, જે કુલ સંખ્યા 12 સુધી થઇ શકે છે.ઈન્ડિયા ઓપન 11 જાન્યુઆરીથી શરૂ થઇ છે અને તેના બીજા રાઉન્ડની મેચો નવી દિલ્હીના કેડી જાધવ ઈન્ડોર હોલમાં ગુરુવારે રમાશે.