Not Set/ 60થી વધુ ગુના – 9 વખત પાસા ભોગવી ચૂકેલ કુખ્યાત ખંડણીખોર અસ્લમ બોડિયો ઝડપાયો

વડોદરાનો કુખ્યાત ખંડણીખોર અસ્લમ બોડિયો ઝડપાઇ ગયો છે. જી હા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત ખંડણીખોર અને અનેક ગુનામાં પૂર્વે પણ સંડોવણી સામે આવી છે તેવા અસ્લમ બોડિયાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ખંડણીખોર અસલમ બોડિયો ત્રણ ગુનામાં વોન્ટેડ હતો. આ ગુનાઓ શહેરનાં નવાપુરા અને રાવપુરા પોલીસ મથકનાં નોંધાયા હતા અને ગુના સબબ વોન્ટેડ હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દુમાડ ચોકડી પાસેથી કુખ્યાત અસ્લમ […]

Gujarat Vadodara
9c680d06d90663e343d5b16beaae9663 60થી વધુ ગુના - 9 વખત પાસા ભોગવી ચૂકેલ કુખ્યાત ખંડણીખોર અસ્લમ બોડિયો ઝડપાયો

વડોદરાનો કુખ્યાત ખંડણીખોર અસ્લમ બોડિયો ઝડપાઇ ગયો છે. જી હા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત ખંડણીખોર અને અનેક ગુનામાં પૂર્વે પણ સંડોવણી સામે આવી છે તેવા અસ્લમ બોડિયાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ખંડણીખોર અસલમ બોડિયો ત્રણ ગુનામાં વોન્ટેડ હતો. આ ગુનાઓ શહેરનાં નવાપુરા અને રાવપુરા પોલીસ મથકનાં નોંધાયા હતા અને ગુના સબબ વોન્ટેડ હતો.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દુમાડ ચોકડી પાસેથી કુખ્યાત અસ્લમ ની ધરપકડ કરી લીધી છે. આપને જણાવી દઇએ કે, હાલમાં વોન્ટેડ હતો તે ત્રણ ગુના સહિત કુખ્યાત અસ્લમ બોડીયા સામે 60 થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે. કુખ્યાત અસ્લમ 9 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે. હાલ કુખ્યાત અસ્લમ પોલીસની ગરફ્તમાં આવી જતા પોલીસ દ્વારા બરોબરની ખાતીરદારી કરી ફરારી સમયે શું કર્યુ અને કેવા ગુનાને અંજામ આપ્યા સહિત ક્યાં ક્યા રહ્યો અને કોણે કોણે તેને મદદ કરી તે સબબ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews