Ahmedabad/ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની 60 વર્ષ જૂની કેન્ટીનને અપાશે નવું સ્વરૂપ, દોઢ મહિનામાં કામ થશે પૂર્ણ

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની 60 વર્ષ જૂની કેન્ટીનને નવું રૂપ આપવામાં આવશે. હાલમાં આ કેન્ટીનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જે દોઢ મહિનાની અંદર પૂરું થશે અને દોઢ મહિના બાદ નવી કેન્ટીન તૈયાર થશે….

Ahmedabad Gujarat
qaweds 15 ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની 60 વર્ષ જૂની કેન્ટીનને અપાશે નવું સ્વરૂપ, દોઢ મહિનામાં કામ થશે પૂર્ણ

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની 60 વર્ષ જૂની કેન્ટીનને નવું રૂપ આપવામાં આવશે. હાલમાં આ કેન્ટીનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જે દોઢ મહિનાની અંદર પૂરું થશે અને દોઢ મહિના બાદ નવી કેન્ટીન તૈયાર થશે.

કુણા બાદ હવે વિદ્યાર્થીઓને nutrition અને ડાયટ ફુડ પણ મળશે. જેમાં 70 થી 80 પ્રકારની વાનગીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. બેઝિક ફૂડ તો હશે જ પરંતુ તેની સાથે લો કેલરી વાળો પણ food આપવાની તૈયારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારનું ફૂડ લેવું જોઈએ તે બાબતે કેન્ટીન મેનેજમેન્ટ કમિટી દ્વારા એક મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ફેકલ્ટી સાથે વિદ્યાર્થીઓ પણ સામેલ છે. યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, દોઢ મહિના જેટલા સમયમાં આ કેન્ટીન તૈયાર કરવામાં આવશે. જેમાં અંદર અને બહાર ૧૦૦ વિદ્યાર્થીઓ બેસી શકે તેવા પ્રકારનું આયોજન કરાયું છે. સાથે જ કેલરી ઓછી અને ટેસ્ટ સચવાઈ રહે તે પ્રકારનું મેનુ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Gujarat / સરકારનો વધુ એક સટાકો – ગુજરાત પોલીસનો આર. આર. સેલ કર્યો વિસર્જીત

Covid-19: રાજ્યમાં શિક્ષણકાર્ય શરુ થયા બાદ સ્કૂલોમાં કોરોનાનો કહેર, હવે સુરતમાં..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…