Not Set/ આજવા સરોવરનાં 62 દરવાજા ઓવરફ્લો, ભારે વરસાદની આગાહીથી તંત્ર સાબદુ

દેશભરનાં મોટા ભાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે વડોદરામાં ભારે વરસાદ પડવાની સંભાવનાં અને આગાહી બાદ ફરી એક વખત વડોદરામાં ધોધમાર વરસ્યો અને અવિરત વરસી રહ્યો છે. તંત્રને આગાહીનાં પગલે ફરી સાબદુ કરવામા આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં બીજા રાઉન્ડમાં […]

Top Stories
vdr aajawa આજવા સરોવરનાં 62 દરવાજા ઓવરફ્લો, ભારે વરસાદની આગાહીથી તંત્ર સાબદુ

દેશભરનાં મોટા ભાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે વડોદરામાં ભારે વરસાદ પડવાની સંભાવનાં અને આગાહી બાદ ફરી એક વખત વડોદરામાં ધોધમાર વરસ્યો અને અવિરત વરસી રહ્યો છે. તંત્રને આગાહીનાં પગલે ફરી સાબદુ કરવામા આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ત્યારે વડોદરા અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આજવા સરોવરમાં નવા પાણીની આવક થતા સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સપાટી 212.20 મીટર પર પહોંચી છે.

vadodara rain aajwa આજવા સરોવરનાં 62 દરવાજા ઓવરફ્લો, ભારે વરસાદની આગાહીથી તંત્ર સાબદુ

આજવા સરોવરના 62 દરવાજા ઓવરફ્લો થયાં છે. જો કે , હજુ સુધી દરવાજા ખોલવામાં આવ્યાં નથી. આજવા સરોવરના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યાં છે. જેથી નદીની સપાટીમાં પણ વધારો થયો છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર 14.50 મીટર પર પહોંચ્યું છે. જેથી શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોને સાવધ રહેવા તાકીદ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર પરિસ્થિતિ ઉપર સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.

વડોદરાનાં સાવલીમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસવાને કારણે નિચાણવાળા વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ તાલુકાના મોટા ભાગના ગામડામાં વિજળી ગુલ થઇ જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મગફળી, કપાસ, દિવેલા તેમજ શાકભાજીના ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોને નુકસાન જવાનો ભય દેખાઇ રહ્યો છે. મહત્વનું છે કે ભારે વરસાદને પગલે નદી, નાળા અને ચેકડેમોમાં પાણીની આવક વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન