Not Set/ ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીમાં બનાવટી સોનુ ગીરવે મૂકી છેતરપિંડીથી લોન મેળવનાર 7 શખ્સો ઝબ્બે

ગોડલ શહેર ખાતે આવેલ મુથુટ ફિનકોપ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં 9 જેટલા શખ્સો એ બનાવટી સોનુ મૂકી 13 ગોલ્ડ લોન મેળવી કંપની સાથે રૂ. 22,60,363 રૂપિયાની છેતરપિંડી કરતા ગોંડલ શહેર પોલીસ

Gujarat
muthut 1 ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીમાં બનાવટી સોનુ ગીરવે મૂકી છેતરપિંડીથી લોન મેળવનાર 7 શખ્સો ઝબ્બે

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

ગોડલ શહેર ખાતે આવેલ મુથુટ ફિનકોપ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં 9 જેટલા શખ્સો એ બનાવટી સોનુ મૂકી 13 ગોલ્ડ લોન મેળવી કંપની સાથે રૂ. 22,60,363 રૂપિયાની છેતરપિંડી કરતા ગોંડલ શહેર પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.અમરેલી માણેકપરા ભગવતી ચોકમાં રહેતા મેસર્સ મુથુટ ફિનકોપ કંપનીમાં એરીયા મેનેજર તરીકે નોકરી કરતા અમિતભાઈ પ્રવીણભાઈ જોષી એ ગોંડલ સિટી પોલીસ મથકમાં 9 શખ્સો એ ખોટા સોનાના દાગીના ઓ મૂકી કંપની પાસેથી રૂપિયા 22,60,362 ની લોન મેળવી છેતરપિંડી કરી હોય પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬ ૪૨૦ 120b મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

muthut 2 ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીમાં બનાવટી સોનુ ગીરવે મૂકી છેતરપિંડીથી લોન મેળવનાર 7 શખ્સો ઝબ્બે

પોલીસ ફરિયાદ આધારિત ગોંડલ શહેર પોલીસે 7 શખ્સો પ્રશાંત હરેશભાઈ વાજા, મોઈન ઇબ્રાહીમભાઇ ગામોટ, ઇમરાન ફારૂકભાઇ સમા, મેરુંન દિનેશભાઈ ફાગલી, ફિરોજ છોટુભાઈ સિપાહી, કરણ રમેશભાઈ તન્ના, દેવેન સુરેશભાઈ રાજગુરુ મોટી ગોંડલ વાળાને પકડી પાડ્યા.અન્ય બે આરોપી આશિષ જીતેન્દ્રભાઈ ખખ્ખર અને ધર્મેશ મનસુખભાઈ મકવાણા ગોંડલ વાળાઓને પોલીસે ઝડપવા પર ચક્રોગતિમાન કરી રહી છે.

muthut 3 ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીમાં બનાવટી સોનુ ગીરવે મૂકી છેતરપિંડીથી લોન મેળવનાર 7 શખ્સો ઝબ્બે

આ છેતરપિંડીના કેસમાં ઇમરાન ફારૂક સમા તેમજ દેવેનભાઇ સુરેશભાઈ રાજ્યગુરુ દ્વારા મુથૂટ ફાઇનાન્સ ની ઓફિસે આવી નોટરીની સામે સોગંદનામુ કરી ખોટું બનાવટી સોનુ ગીરવે મૂકીને સોના ઉપર લોન મેળવી હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું, અને .અન્ય ધાતુના દાગીના ઉપર સોનાની વરખથી જાડો ઢાળ ચળાવી છેતરપિંડી કરી હતી. લોનની રકમ ભરપાઈ કરવાની પોલીસને બાંહેધરી આપી હતી.

muthut 4 ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીમાં બનાવટી સોનુ ગીરવે મૂકી છેતરપિંડીથી લોન મેળવનાર 7 શખ્સો ઝબ્બે

sago str 6 ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીમાં બનાવટી સોનુ ગીરવે મૂકી છેતરપિંડીથી લોન મેળવનાર 7 શખ્સો ઝબ્બે