અક્સ્માત/ ઝારખંડમાં પિક અપ વાન પલટી જતા 7 મજૂરોના ઘટનાસ્થળે મોત,8ની હાલત ગંભીર

ઝારખંડના સરાઇકેલાના ખરસાવનમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોના મોત નિપજ્યા હતા અને 8 ની હાલત ગંભીર છે, ઇજાગ્ર્સતોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Top Stories India
Pick up van overturns in Jharkhand

Pick up van overturns in Jharkhand:    ઝારખંડના સરાઇકેલાના ખરસાવનમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોના મોત નિપજ્યા હતા અને 8 ની હાલત ગંભીર છે, ઇજાગ્ર્સતોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. આ ઘટનાના સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર, સેરાઈકેલા ખરસાવનમાં રાજનગર-ચાઈબાસા મુખ્ય માર્ગ પર એક અનિયંત્રિત પિક અપ વાન અકસ્માતનો ભોગ બની હતી.

સવારે Pick up van overturns in Jharkhand    ખૂબ જ ધુમ્મસ હતું, જેના લીધે અકસ્માત સર્જાયો હતો.  પિકઅપ વાન  લગભગ 20 મજૂરોને લઈને કામના સ્થળે જઈ રહી હતી. રાજનગર-ચાઈબાસા મુખ્ય માર્ગ પર પીકઅપ વાન પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના મૃતદેહો વેર  વિખેરાઈ ગયા હતા. ઘાયલો પણ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. ઘટનાની જાણ રાજગનર પુલીલને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ઘાયલોને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ દર્દીઓને જમશેદપુર રીફર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર  ગુરુવારે  Pick up van overturns in Jharkhand સવારે સેરાઈકેલા-ખરસાવાનમાં રાજનગર-ચાઈબાસા મુખ્ય માર્ગ પર ખૈરબાની ગામ પાસે એક અનિયંત્રિત પિકઅપ વાન પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ, પીકઅપ વાન ચાઈબાસાથી બાંધકામ મજૂરોને લઈ જઈ રહી હતી. મજૂરોને ગોવિંદપુર જવાનું હતું. પીકઅપ વાનમાં સવાર 20 મજૂરોમાંથી 7ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ડઝન ઘાયલોમાંથી 8ની હાલત ગંભીર છે. ઘાયલોને પહેલા રાજનગર કોમ્યુનિટી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મજૂરોને જમશેદપુર લઈ જવામાં આવ્યા હતા. પોલીસ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

મુંબઈ/ધીરુભાઈ અંબાણી સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ, મોરબીમાંથી ઝડપાયો આરોપી

Gujarat Visit/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે!