Ahmedabad News/ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા 70 તળાવો, પાલિકાનું ઇન્ટરલિન્કિંગ સિસ્ટમનું આયોજન

ગુજરાતમાં જુલાઈ મહિનાના આરંભમાં સારો વરસાદ જોવા મળ્યો. શહેરમાં સામાન્ય વરસાદમાં જ 70 જેટલા તળાવો ભરાઈ ગયા.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 07 04T150129.103 શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા 70 તળાવો, પાલિકાનું ઇન્ટરલિન્કિંગ સિસ્ટમનું આયોજન

Ahmedabad News: ગુજરાતમાં જુલાઈ મહિનાના આરંભમાં સારો વરસાદ જોવા મળ્યો. શહેરમાં સામાન્ય વરસાદમાં જ 70 જેટલા તળાવો ભરાઈ ગયા. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો. હજુ ભારે વરસાદ પડ્યો નથી તે પહેલા જ વિવિધ વિસ્તારોમાં આવેલ તળાવોમાં વરસાદી પાણી ભરાઈ ગયા.

તળાવો ભરાવાને લઈને મ્યુનિસિપિલો કોર્પોરેશન દ્વારા તળાવોને ડેવલપમેન્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. નવી સ્ટોર્મ વોટર લાઈનો નાખી નવી કેચપીટો બનાવી આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીને ડાયવર્ટ કરવાનું નગરપાલિકાને સૂચન કરવામાં આવ્યું છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને તળાવો વધુ ઉંડા કરવાની કામગીરી સોંપાઈ હતી. આ આયોજના ભાગરૂપે પાલિકાની કામગીરી બાદ હાલમાં પડેલ સામાન્ય વરસાદમાં તળાવની આસપાસના વિસ્તારના વરસાદી પાણી તળાવમાં ડાયવર્ટ થયા. અને આ કારણે 70 જેટલા તળાવોમાં વરસાદી પાણી ભરાયા છે.

શહેરમાં 20 જેટલા તળાવો લાંબા સમયથી ઇન્ટરલિંકિંગ સ્ટ્રોર્મ વોટર લાઈનથી જોડાયેલા છે. આ ઇન્ટરલિંકિંગ સિસ્ટમને સફળતા મળી છે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે અને આસપાસના સ્થાનિકોને તેનો લાભ મળે છે. ઇન્ટરલિંકિંગ સ્ટ્રોર્મ વોટર લાઈનના કારણે વરસાદી પાણીનો વધુ સંગ્રહ થયો છે અને તળાવોમાં વધુ પાણી આવે ત્યારે વધારાનું પાણી ઓવરફલો થઈ આગળને તળાવમાં જાય છે. શહેરમાં 20 તળાવોમાં ઇન્ટરલિંકિ સિસ્ટમને સફળતા મળ્યા બાદ અન્ય તળાવોમાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ. જેના કારણે ખાસ કરીને તળાવોની નજીકના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઓછી થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે