ગુજરાત/ રાજકોટમાં મહાકાળી ચાઇનીઝ પંજાબીમાંથી વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો

જેમાંમહાકાળી ચાઇનીઝ પંજાબીમાંથી 3 કિલો વાસી ફૂડ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. તો 2 ધંધાર્થીને ફૂડ લાયસન્સ માટે નોટીસ પણ આપવામાં આવી છે.

Gujarat
Untitled 68 2 રાજકોટમાં મહાકાળી ચાઇનીઝ પંજાબીમાંથી વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો

રાજકોટમાં મનપા ફૂડ વિભાગની ટીમે આજે ભક્તિનગર સર્કલ થી ત્રિશૂલ ચોક સુધી ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી ખાણીપીણીની દુકાનો, રેસ્ટોરન્ટમાં ચેકીંગ કર્યુ હતું. જેમાંમહાકાળી ચાઇનીઝ પંજાબીમાંથી 3 કિલો વાસી ફૂડ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. તો 2 ધંધાર્થીને ફૂડ લાયસન્સ માટે નોટીસ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો:ગુજરાત / 2024 સુધીમાં દેશમાં1.50 હેલ્થ સેન્ટરો ચાલુ કરાશે:સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા..

 આજે વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા મહાકાળી ચાઇનીઝ પંજાબીમાં ચેકીંગ કરતા વાસી મંચુંરિયન, રાઈસ, નુડલ્સ, મળી અંદાજે 3 કિલો અખાધ વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરી લાયસન્સ તથા હાયજીન બાબતે નોટીસ અપાઈ હતી તો બાલાજી મેડિકલ્સને પણ લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. આ સાથે કેક એન્ડ જોયમાંથી કેક અને યોગી ફરસાણ માર્ટમાંથી પાલક પાપડી ફરસાણનો નમૂનો લેવાયો હતો.

આ પણ  વાંચો:અમદાવાદ /  ગુજરાત ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશનનું સાંજે મુખ્યમંત્રી કરાવશે શુભારંભ

શહેરમાં શીતલ જ્યુસ, TGB કાફે એન્ડ બેકરી, વર્ધમાન સ્ટોર, અંકુર ખમણ, શ્રી મહેશ ડેરીફાર્મ, રાધેશ્યામ ડેરીફાર્મ, જલિયાણ ફરસાણ, શાલીભદ્ર મેડિકલ, આશુતોષ મેડિકલ, અમિત જનરલ સ્ટોર, ગુજરાત બેકરી, બલરામ ડેરીફાર્મ, મોતીવાલા મેડીમોલ, શ્રી મહાવીર મેડિકલ સ્ટોર, ઓમ મેડિકલ સ્ટોર, નવકાર મેડિકલ સ્ટોર, ઇગલ બેકરી, ભૂમિ અમ્રુત પાર્લર, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર, આશાપુરા અનાજ ભંડાર, અપના ઘર જનરલ સ્ટોર સોની મેડિસિન્સ ની સ્થળ પર ચકાસણી કરી હતી.