Not Set/ 200 રૂપિયામાં બનાવી આપતા હતા આધાર કાર્ડ,પેનકાર્ડ અને ચૂંટણી કાર્ડ,ભેદ ખુલ્યો તો સામે આવી ચોંકાવનારી હકીકતો

અમદાવાદમાં ડુપ્લીકેટ બોગસ આધાર કાર્ડ,પેનકાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવતા બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે.શહેરના સુખરામ નગર વિસ્તારમાં આવેલ લવકુશ કોમ્પ્લેક્સમાં લવકુશ ઝેરોક્ષ નામની દુકાનમાં આ ડુપ્લીકેટ બોગસ સરકારી પુરાવાઓ બનાવવાનું સ્કેમ ચાલતું હતું.પોલીસે સંદીપ કથીરિયા અને જીગ્નેશ કથીરિયા નામના બે ભાઈઓની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓ અમદાવાદની કલેકટર ઑફિસના આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટમાં ઓપરેટરની નોકરી […]

Ahmedabad Gujarat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 15 200 રૂપિયામાં બનાવી આપતા હતા આધાર કાર્ડ,પેનકાર્ડ અને ચૂંટણી કાર્ડ,ભેદ ખુલ્યો તો સામે આવી ચોંકાવનારી હકીકતો

અમદાવાદમાં ડુપ્લીકેટ બોગસ આધાર કાર્ડ,પેનકાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવતા બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે.શહેરના સુખરામ નગર વિસ્તારમાં આવેલ લવકુશ કોમ્પ્લેક્સમાં લવકુશ ઝેરોક્ષ નામની દુકાનમાં આ ડુપ્લીકેટ બોગસ સરકારી પુરાવાઓ બનાવવાનું સ્કેમ ચાલતું હતું.પોલીસે સંદીપ કથીરિયા અને જીગ્નેશ કથીરિયા નામના બે ભાઈઓની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપીઓ અમદાવાદની કલેકટર ઑફિસના આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટમાં ઓપરેટરની નોકરી કરતા હતા.આ નોકરી દરમ્યાન તેમણે આધાર કાર્ડ,પેનકાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવતા સરકારી સાધનો જેવા કે લેપટોપ,કેમેરા,ફિંગર પ્રિન્ટ મશીન અને આંખનું મશીન ચોરી કર્યા હતા.

ચોરી કરેલા આ સાધનોને સંદીપ અને જીગ્નેશે લવકુશ ઝેરોક્ષની દુકાનમાં સેટ કર્યા હતા.આ સાધનનો ઉપયોગ કરી બંને ભાઈઓ લોકોને આધાર કાર્ડ,પેનકાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી આપતા.દરેક કાર્ડ બનાવવા તેઓ લોકો પાસેથી 200 થી 500 રૂપિયા લેતા.

જો કે પોલીસને આ સ્કેમની જાણ થતાં લવકુશ ઝેરોક્ષ પર સર્ચ કરતા બનાવટી પુરાવાઓ મળી આવ્યા હતા.દુકાનમાંથી જુદા જુદા કાર્ડ સહિત ફોર્મ અને રસીદો મળી આવ્યા હતા.

પોલીસે સંદિપ અને જીજ્ઞેશની કલમ 465,467,468,471,381,489 કલમો હેઠળ ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.